કારમાં સેક્સ કરી રહ્યું હતું કપલ, ગોળી મારી બંનેને જીવતા દફન કરી દીધા

PC: thedigitalwise.com

કારમાં સેક્સ કરી રહેલા એક કપલને ગોળી મારી ચોર તેમની SUV લઈને ફરાર થઈ ગયા હતાં. આ ઘટના યૂક્રેનના ગુટિરિવકા નામની જગ્યાની છે. આ મામલે સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપનીને આજીવન કારાવાસ અને અન્ય આરોપીને 12 વર્ષની જેલની સજા ફટકારી છે.

પોલ્તાવા રીજનલ કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કપલ અઠવાડિયાના અમુક ખાસ દિવસોમાં તે જગ્યા પર જતા હતા. દોષિતોને એ વાતની જાણ થઈ ગઈ હતી અને એક દિવસ ઘાત લગાવીને તેઓ કપલની રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, એન્ડ્રીવે યૂરીના માથામાં ગોળી મારી હતી અને પછી તેની પ્રેમિકા પાસેથી દાગીનાની માગણી કરી હતી. મહિલાએ દાગીના આપી દેતા તેને પણ માથામાં ગોળી મારી દીધી હતી.

ઘટના બાદ આરોપી કારને ઘરે લઈને જતા રહ્યા અને તેમના ગેરેજમાં છુપાવીને રાખી હતી. ઘટનાના 1 વર્ષ બાદ એન્ડ્રીવે જ્યારે કારના પાર્ટ્સ ઓનલાઈન વેચવાની કોશિશ કરી તો તેની જાણ પોલીસને થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, પોલીસ પ્રવક્તા રસલન બિરયુકોવે કહ્યું કે ગોળી માર્યા બાદ ચોરોએ કપલને જીવતા દફન કરી દીધા હતાં. દફન દરમ્યાન પ્રેમી-પ્રેમિકાએ એકબીજાના હાથ પકડી રાખ્યા હતાં.

જૂન 2016માં બનેલી ઘટનાના 1 વર્ષ બાદ જ્યારે ચોરોએ વોક્સવેગન SUVના પાર્ટને ઓનલાઈન વેચવાની કોશિશ કરી તો તેની ચોરી પકડાઈ ગઈ હતી. પોલીસે 36 વર્ષના રસલન અને 39 વર્ષના ગેન્નેડીની ધરપકડ કરી લીધી હતી. કોર્ટે ગયા અઠવાડિયે જ એન્ડ્રીવને આજીવન કારાવાસની સજા ફટકારી છે તો અન્ય આરોપીને 12 વર્ષની જેલની સજા ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp