ઈરાન વિદેશ મંત્રીના મતે US પ્રતિબંધને કારણે ભારતના ખેડૂતોને થઇ રહ્યું છે નુકસાન

PC: indiatimes.com

ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ જરીફનું કહેવું છે કે, ઈરાન હાલમાં અમેરિકા સાથે વાતચીત કરવા પર વિચાર કરી રહ્યું નથી. વાતચીત સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. હાલના હાલાતમાં ભારત એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

તેમણે કહ્યું કે, અમે અમેરિકાથી ડરતા નથી. એપ્રિલ 2018 સુધી બંને દેશો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. બંને દેશોના સંબંધમાં ભારત અગત્યની ભૂમિકા ભજવી શકે છે અને અમેરિકાને ફરી વાતચીત માટે લાવી શકે છે.

તેમણે કહ્યું કે, ભારત જો આવો પ્રસ્તાવ રાખે છે તો અમેરિકા ના પાડશે નહિ. અમેરિકાને અન્ય દેશો પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી. કારણ કે તેણે પોતે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.

ઈરાનના વિદેશ મંત્રી બોલ્યા કે, અમેરિકાએ જે પ્રતિબંધો અમારા પર લગાવ્યા છે, તેને કારણે ભારતે ઈરાન પાસેથી ફર્ટિલાઈઝર લેવા માટે વધારે પૈસા આપવા પડશે. અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવવાને કારણે જ ભારતના ખેડૂતો મુશ્કેલીમાં છે. ઈરાનને ભારતના બાસમતી ચોખા પસંદ છે. બંને દેશો કૃષિક્ષેત્રમાં એકબીજાની મદદ કરી શકે છે.

ઈરાનના વિદેશ મંત્રી પાછલા અમુક દિવસોથી ભારતની મુલાકાત પર છે. અને બેઠકો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

અમેરિકા દ્વારા ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની એર સ્ટ્રાઈક દ્વારા હત્યા બાદ ઈરાન અને અમેરિકા બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ જોવા મળી રહ્યો છે. ઈરાને ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. તેના કારણે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધો લગાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp