બાર્બી ડૉલ જેવી દેખાવા માટે મોડલે બદલ્યો ચહેરો, ખર્ચ કર્યા 11 લાખ અને હવે..

PC: twitter.com

એક મોડલ જેણે પોતાને એક રિયલ લાઈફ બાર્બી ડૉલમાં બદલવા માટે 11 લાખ રૂપિયાથી પણ વધારાનો ખર્ચ કર્યો હતો. તે હવે ફરીથી પોતાના જૂનો લૂક મેળવવા માગે છે. તેને લાગે છે કે નવા લૂકમાં તે પોતાની ઉંમરથી ઘણી મોટી દેખાય છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ ન્યૂયૉર્કની 21 વર્ષીય કેન્ડિસ ક્લોસે પોતાના ગાલ, જબડા અને હોઠોમાંથી ફિલર કાઢી દીધા છે જેથી તે પોતાના જૂના લૂકમાં પરત આવી શકે. કેન્ડિસ ક્લોસે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2011મા પોતાના ચહેરા પર ફિલર લગાવ્યા હતા.

તેણે કહ્યું કે મને લાગ્યું હતું કે તે તેનાથી એક બાર્બી ડૉલ જેવી દેખાશે પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પોતાની ઉંમરથી ઘણી મોટી દેખાવા લાગી છે એટલે તેણે પોતાના ફિલર હટાવી દીધા. તેણે એમ પણ કહ્યું કે હવે તેને યાદ નથી કે તે હકીકતમાં દેખાતી કેવી હતી. જોકે તેને એ વસ્તુનો પછતાવો નથી કે તેણે રિયલ લાઇફ ડૉલ (ઢીંગલી) દેખાવા માટે આ બધુ કર્યું. તેણે તેને એક શાનદાર અનુભવ બતાવ્યો. કેન્ડિસ ક્લોસે કહ્યું કે યુવાનીમાં મોટા ભાગે યુવતીઓ એવા નિર્ણય લઈ લે છે. મેં પણ પોતાના આ ફેસ લૂક સાથે ઘણા વર્ષ વિતાવી દીધા પરંતુ હવે હું પોતાનો નેચરલ લૂક મેળવવા માગું છું.

કેન્ડિસ ક્લોસે જણાવ્યું કે હું બાળપણથી જ એક બાર્બી ડૉલની જેમ દેખાવા માગતી હતી. જ્યારે મેં આ બાબતે માતા-પિતાને જણાવ્યું તો તેઓ પહેલા ચોંકી ગયા પરંતુ એ છતા તેમણે જેમ તેમ મારા ચહેરાને બદલવાની મંજૂરી આપી દીધી. હવે જ્યારે હું પોતાનો જૂનો ચહેરો મેળવવા માગું છું તો આ નિર્ણયથી મારા ઘરના લોકો ખૂબ જ ખુશ છે. મારી માતાને ફિલર જરાંય પસંદ નથી. મને રોજ પોતાના ચહેરાના મેકઅપ માટે 45 મિનિટ લાગે છે. તેની સાથે પોતાના વાળોને બ્લીચ કરવા અને એક્સટેન્શન માટે લગભગ 1 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે તો બાર્બી ડૉલની જેમ દેખાવા માટે હું સફેદ કે પિંક કલરના જ કપડાં પહેરું છું.

એ સિવાય કેન્ડિસ ક્લોસ સોશિયલ મીડિયા પર પણ પોતાના લૂકને લઈને ખૂબ ફેમસ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 63 હજારથી વધારે ફોલોઅર્સ છે. પોતાનો લૂક બદલનારી કેન્ડિસ ક્લોસ કોઈ પહેલી યુવતી નથી. ઘણી જાણીતી હસ્તીઓએ પણ પોતાનો લૂક બદલવા માટે આ ટેક્નિકનો સહારો લીધો છે. 21 વર્ષીય મૌલી મે હેગ અને Khloe Kardashianએ પણ ઇન્જેક્શન દ્વારા પોતાનો લૂક બદલ્યો પરંતુ ત્યારબાદ તેમને પોતાના નવા લૂક પાટે પછતાવો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp