કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે કામના કલાકનો નિયમ બદલ્યો

કેનેડા સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ માટે કામના કલાકનો નિયમ બદલ્યો છે. નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. કેનેડા સરકારના મંત્રી માર્ક મિલરે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટરનેશનલ સ્ટુડટન્સ કેમ્પસ બહાર સપ્તાહમાં 24 કલાક કામ કરી શકશે. આ પહેલાં સપ્તાહમાં 20 કલાક કામ કરવાની છૂટ હતી. જો કે આ નિયમ સપ્ટેમ્બર મહિનામાં લાગૂ થશે એમ જાણવા મળ્યું છે.

કેનેડામાં દર વર્ષે 40,000 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતથી જાય છે. કેનેડીયન બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ એજ્યૂકેશનના 2022ના રિપોર્ટ મુજબ કેનેડામાં 3.19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા.

કેનેડામાં ભણવા જતા વિદ્યાર્થીઓ ભણવાની સાથે પોતાના રહેવાનો, જમવાનો ખર્ચ કાઢવા માટે પાર્ટ ટાઇમ જોબ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp