કોરોનાઃ શ્રીલંકામાં દફનાવવાને બદલે બાળવામાં આવી રહ્યા છે મુસ્લિમોના શવ, વિવાદ

PC: Google.com

શ્રીલંકામાં કોરોના વાયરસથી સંક્રમિત બે મુસ્લિમોના શવોના બળજબરીપૂર્વક દાહ સંસ્કાર કરાયા બાદ અલ્પસંખ્યક સમુદાયમાં ડર વધવા માંડ્યો છે. આ ભયંકર મહામારીના કારણે અહીંના ઉચ્ચ અધિકારીઓ પર ઈસ્લામમાં નક્કી કરવામાં આવેલા દફન સંસ્કારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. કોલંબોમાં 73 વર્ષના બિશરુફ હાફી મોહમ્મદ કોરોના વાયરસથી મરનારા બીજા વ્યક્તિ હતા, જેમના અંતિમ સંસ્કાર ઈસ્લામિક પ્રક્રિયા અનુસાર કરવામાં ન આવ્યા. બિશરૂફના શવને દફનાવવાને બદલે બાળવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતકના 46 વર્ષીય દીકરા ફૈયાઝ જુનુસે જણાવ્યું કે, તેના પિતા કિડની ડિસઓર્ડરથી પીડિત હતા. બે અઠવાડિયા પહેલા જ કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા બાદ 1 અપ્રિલે તેમનું મોત થયુ હતું. ફૈયાઝે કહ્યું, મારા પિતાના શવને પોલીસ દળની દેખરેખમાં એક વાહનમાં લઈ જવામાં આવ્યા અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમે મુર્દાઘરની બહાર તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, પરંતુ તે જનાજો નહોતો, જેવું સામાન્યરીતે મુસ્લિમ કરે છે.

ફૈયાઝે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શ્રીલંકન સરકારે ઈસ્લામિક દફન સંસ્કાર અંતર્ગત જ મુસ્લિમો માટે તેમના પ્રિયજનોને દફનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેણે કહ્યું, જો દફનાવવાને બદલે બીજો કોઈ વિકલ્પ હોય તો સરકારે સમયોજિત કરવું જોઈએ. દાહ સંસ્કાર એકમાત્ર વિકલ્પ નથી. અમે અમારા પ્રિયજનોના અંતિમ સંસ્કાર ઈસ્લામી રીતે જ કરવા માગીએ છીએ.

જણાવી દઈએ કે, શ્રીલંકા સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જ કોરોના વાયરસથી મરનારાઓના અંતિમ સંસ્કારને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી મરનારા તમામ લોકોના શવોના દાહ સંસ્કાર કરવા જરૂરી છે. તેમાં દાહ સંસ્કાર પહેલા શવને નવડાવવા કે કોફિનમાં મુકવા પર પણ પાબંદી લગાવવામાં આવી હતી.

જોકે, સરકારના આ નિર્ણયનો ઘણા મુસ્લિમ સામાજિક કાર્યકર્તા અને નેતા વિરોધ કરી રહ્યા છે. તેમણે WHOનો હવાલો આપતા કહ્યું કે, સંક્રમિત લોકોના શવોને બાળી કે દફનાવી શકાય છે. જણાવી દઈએ કે, શ્રીલંકામાં અત્યારસુધીમાં આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં કુલ 159 લોકો આવી ચુક્યા છે. તેમાંથી પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાથી બે મુસ્લિમ સમુદાયના લોકો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp