આ છે દુનિયાની 9 સૌથી સુંદર મહિલાઓ, ભારતની માત્ર એક અભિનેત્રી સામેલ

PC: youtube.com/

દરેક વ્યક્તિના સુંદરતાના પોતાના પરિમાણો હોય છે, પરંતુ કેટલાક લોકોની સુંદરતાની આગળ આ પરિમાણો ઓછાં પડી જતા હોય છે. આ લોકો પોતાની સુંદરતાને કારણે દુનિયાભરમાં જાણીતા છે. તો તમે પણ જાણી લો દુનિયાની એ 9 મહિલાઓ વિશે, જેમની સુંદરતાના સૌકોઈ કાયલ છે.

વાત કરીએ દુનિયાની સૌથી સુંદર મહિલાઓની તો તેમાં સૌથી પહેલું નામ અમેરિકન સુપર મોડલ બેલા હદીદનું આવે છે. તેના પિતા ફિલિસ્તીની અને માતા ડચ મૂળની છે. બેલાને તેના અસાધારણ ફીચરના આધારે સૌથી સુંદર મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે.

ત્યારબાદ સિંગર અને એક્ટર બિયોન્સેનો નંબર આવે છે. ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ફીની યાદીમાં બિયોન્સે બીજા નંબર પર છે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી એક અને ઘણા પુરસ્કાર જીતનારી દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. દીપિકાએ 2007માં 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને 2012માં તેને ઈન્ડિયાઝ મોસ્ટ બ્યૂટીફૂલ વુમનનું ટાઈટલ પણ મળ્યું હતું. દીપિકાની સ્માઈલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

આ લિસ્ટમાં, 36 વર્ષિય લુપિતા ન્યોંગોનું નામ પણ સામેલ છે. મેક્સિકન-કેન્યાઈ સ્ટાર લુપિતા ઓસ્કાર વિજેતા અભિનેત્રી હોવા ઉપરાંત તેની સુંદરતા માટે પણ જાણીતી છે.

અમેરિકન એક્ટ્રેસ અને મોડલ એમ્બર હર્ડનું નામ પણ લાંબા સમયથી આ લિસ્ટમાં સામેલ છે.

ફિલિપિન-જર્મન મોડલ, અભિનેત્રી અને 2015માં મિસ યુનિવર્સનું ટાઈલટ જીતનારી પિયા વર્ત્ઝબેક પણ આ લિસ્ટમાં સામેલ છે.

સિંગર એરિયાના ગ્રાન્ડે તેના નાજુક ફીચર અને સુંદર ફિગરને કારણે જાણીતી છે. તેનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.

બેલા હદીદ પોતાના પરિવારમાં એકલી મોડલ નથી જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. ભૂરી આંખોવાળી ગીગી હદીદ પણ પોતાના લુક્સ માટે જાણીતી છે.

આ ઉપરાંત, ફિલિપિન-ઓસ્ટ્રેલિયન મોડલ, સિંગર અને બ્યૂટી પેજન્ટ રહી ચુકેલી કૈટ્રિઓના ગ્રે પણ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી છે અને તે પણ આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp