વૈજ્ઞાનિકોએ બનાવી સૌથી સરળ ગર્ભનિરોધક ગોળી, રોજ-રોજ લેવી નહિ પડે

PC: straitstimes.com

ગર્ભનિરોધક ગોળી યાદ રાખીને લેવી એ દર મહિનાઓ માટે મોટું કામ રહે છે. એવામાં વૈજ્ઞાનિકોએ મહિલાઓની આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો છે. ધ ગાર્ડિયનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ એવી પિલ શોધી કાઢી છે જેને મહિનામાં માત્ર એક જ વાર લેવાની રહેશે. આ જિલેટિન કેપ્સૂલનું પરીક્ષણ હાલમાં તો માત્ર ભૂંડ પર જ કરવામાં આવ્યું છે.

ટેસ્ટમાં જાણવા મળ્યું કે, આ પિલમાંથી નીકળતું પોલીમર સ્ટ્રક્ચર પેટમાં ઓછામાં ઓછા 3 અઠવાડિયા સુધી રહે છે અને પ્રેગ્નેંસી રોકવા માટે સિન્થેટિક હાર્મોન રીલિઝ કરે છે.

અનિયમિત ગર્ભને રોકવા માટે આ પિલ ઘણી પ્રભાવશાળી રહી છે. આ પહેલું એવું ઉદાહરણ છે જેનો પ્રયોગ ગર્ભનિરોધક માટે કરવામાં આવ્યો હોય. આ પ્રોયગ મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર રોર્બટ લેન્ગરે કર્યો છે. તેમનું માનવું છે કે, આ પહેલેથી જ મોજૂદ કોન્ટ્રાસેપ્ટિવની અન્ય રીતોના વિકલ્પ તરીકે કામ કરશે.

આ પિલમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગોળી લીધા બાદ હાર્મોન કેટલી માત્રામાં રીલિઝ થશે અને તે બોડીમાં કઈ રીતે કામ કરશે. ડોક્ટર ડાયના મંસૂરે કહ્યું કે,મંથલી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલનો વિચાર ઘણો સારો છે અને આના દ્વારા લોકો સુધી ગર્ભનિરોધકનો અન્ય વિકલ્પ પણ પહોંચી શકે છે.

ડાયના મંસૂરે કહ્યું કે, મંથલી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ દર મહિને લેવામાં આવતી ગોળીના પ્રમાણે વધારે સુવિધાજનક છે. સામાન્ય ગર્ભનિરોધક પિલની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેને ખાતા સમયે યાદ રાખવું ખૂબ જ જરૂરી રહે છે. એક રિપોર્ટમાં દાવો છે કે, 100માંથી લગભગ 9 મહિલાઓ દર મહિને કોન્ટ્રાસેપ્ટિવ પિલ લે છે.

સ્ટડી અનુસાર, કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેનારી મહિલાઓમાં દર મહિને માત્ર એક મહિલા પ્રેગ્નેંટ બને છે કારણે તેઓ તેને લેવાનું ભૂલી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp