8 વર્ષની ઉંમરમાં સિક્સ પેક એબ્સ, જોધપુરની આ છોકરી બની સેંસેશન

PC: intoday.in

રમતોમાં ઘણી ઉપલબ્ધિઓને કારણે આજે ભારતીય યુવાનો સર્વશ્રેષ્ઠ એથલીટોમાં પોતાની છાપ બનાવી રહ્યા છે. તેમાની જ એક છે પૂજા બિશ્નોઈ. માત્ર 8 વર્ષની ઉંમરમાં પૂજા બિશ્નોઈ યુવા એથલીટોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.

પૂજા જોધપુરના એક નાના ગામમાંથી આવે છે. હાલમાં જ તેણે અંડર-10ની કેટેગરીમાં માત્ર 12.50 મિનિટમાં 3 કિમીનું અંતર કાપીને વિશ્વ રૅકોર્ડ બનાવી લીધો છે.

હવે પૂજાએ 2024ની ઓલમ્પિક રમતોમાં દેશ તરફથી રમવાની ઈચ્છા જાહેર કરી છે.

હાલમાં પૂજાને વિરાટ કોહલી ફાઉન્ડેશન તરફથી મદદ મળી રહી છે.

કોહલીનું આ ફાઉન્ડેશન મુસાફરી, પોષણ, તાલીમ વગેરે રોજિંદા ખર્ચાઓ આપે છે. પૂજા તેના મામા અને કોચ શ્રવણ બુડ઼િયાને તેની પ્રેરણા માને છે.

માત્ર 8 વર્ષની ઉંમરમાં પૂજાએ સિક્સ પેક એબ્સ બનાવ્યા છે. તેની સાથે જ તે એશિયાની પહેલી અને સૌથી નાની ઉંમરની છોકરી બની ગઈ છે.

4 વર્ષની ઉંમરમાં પૂજાએ તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે સવારે 3 વાગ્યે ઉઠીને પ્રેક્ટિસ કરતી હતી. સ્કૂલેથી આવ્યા બાદ તે રનિંગ પણ કરે છે.

જ્યાં 8 વર્ષના બાળકો નવી નવી રમતોમાં વ્યસ્ત રહે છે, તો બીજી તરફ પૂજા સિક્સ પેક બનાવવા અને રનિંગ માટે દિવસ રાત એક કરી દે છે.

ભારતીય ક્રિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૂજા વિશે કહ્યું હતું કે, એક નાનકડા ગામમાંથી આવતી છોકરી માટે આ સપનું પૂરુ થવા બરાબર છે. તે મહેનત દ્વારા આ મૂકામે પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp