ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓમાં નાણામંત્રી સીતારમન

PC: indiatimes.com

ફોર્બ્સે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, HCL કોર્પોરેશનની CEO અને કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર રોશની નાદર મલ્હોત્રા અને બાયૉકોનના સંસ્થાપક કિરન મજૂમદાર શોનો દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સમાવેશ કર્યો છે.

‘દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ ની 2019ની ફોર્બ્સની લિસ્ટમાં જર્મન ચાંસેલર એંજેલા મર્કેલ પહેલા ક્રમે રહ્યા છે.

તો બીજા સ્થાને છે યૂરોપીય સેન્ટ્રલ બેંકના પ્રિસડેન્ટ ક્રિસ્ટીન લેગાર્દ.

ત્રીજા સ્થાને અમેરિકન સંસદમાં નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવની અધ્યક્ષ નેન્સી પેલોસી.

આ લિસ્ટમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 29માં સ્થાને છે. ફોર્બ્સનું કહેવું છે કે, 2019માં દુનિયાભરમાંથી મહિલાઓએ સક્રિયતાની સાથે આગળ વધીને સરકાર, ઉદ્યોગો, મીડિયા જેવા કાર્યોમાં નેતૃત્વની ભૂમિકા અદા કરી છે. ભારતના પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમને પહેલી વાર ફોર્બ્સની આ યાદીમાં સામેલ થયા છે. તેઓ આ યાદીમાં 34માં સ્થાને છે.

ભારતના પહેલા નાણામંત્રી સીતારમન પહેલા ભારતના રક્ષામંત્રી પણ રહ્યા હતાં. સીતારમન પહેલા એવા મહિલા મંત્રી છે જે સ્વતંત્ર રીતે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળે છે. આ પહેલા નાણા મંત્રાલયનો કાર્યભાર તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની પાસે હતો.

HCL કોર્પોરેશનની CEO અને કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર રોશની નાદર મલ્હોત્રા આ યાદીમાં 54માં સ્થાને છે. રોશની નાદર મલ્હોત્રા 8.9 અબજ ડૉલરની કંપનીમાં દરેક નિર્ણયો લેવા માટે જવાબદાર છે. તો 65મું સ્થાન હાંસલ કરનાર બાયૉકોનના સંસ્થાપક કિરન મજૂમદાર શો, ભારતની એવી સૌથી અમીર મહિલા છે જેમણે તેમની સંપૂર્ણ સંપત્તિ પોતે કમાઈ છે. પોતાની જાત મહેનતે તેમણે મૂકામ બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp