એ દેશ જ્યા ભારતનો 1 રૂપિયો 500 રૂપિયા બરાબર છે, ખૂબ જ સુંદર અને પ્રાચીન છે

PC: twitter.com

શું તમે જાણો છો કે એક એવો દેશ છે, જ્યાં ભારતીય રૂપિયાની કિંમત અત્યારે એટલી વધી ગઈ છે કે તમે કદાચ વિશ્વાસ નહીં કરી શકો. આ એક ખૂબ જ સુંદર અને પ્રાચીન દેશ છે, જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ પણ છે. આ દેશ સાથે ભારતના ઘણા જૂના સંબંધો છે. આ દેશ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાં સામેલ છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોને કારણે તેની હાલત ખરાબ થઈ રહી છે. આ દેશમાં, 01 ભારતીય રૂપિયો ઓછામાં ઓછા 500 રૂપિયા બરાબર છે.

હવે અમે તમને જણાવીએ કે, આ કયો દેશ છે. આ દેશ ઈરાન છે, જ્યાંનું સત્તાવાર ચલણ રિયાલ-એ-ઈરાન છે, જેને અંગ્રેજીમાં ઈરાની રિયાલ કહે છે. એક સમય હતો જ્યારે રિયાલનું મૂલ્ય ઘણું સારું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે ખરાબ રીતે ગગડી ગયો છે. તેનું કારણ એ છે કે અમેરિકાએ આ દેશ પર ઘણા વર્ષોથી અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જેના કારણે તે પોતાનું તેલ દુનિયાને વેચવા પણ સક્ષમ નથી.

આ કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે પરંતુ ભારત સાથે તેના સંબંધો ચાલુ છે. હાલમાં એક ભારતીય રૂપિયો 507.22 ઈરાની રિયાલ છે. મતલબ કે, જો કોઈ ભારતીય 10,000 રૂપિયા લઈને ઈરાન જાય છે, તો તે ત્યાં ખુબ સારી રીતે રોકાઈ શકે છે અને લક્ઝરી રીતે મુસાફરી કરી શકે છે. ત્યાંની સારી ફાઇવ સ્ટાર હોટલનું દૈનિક ભાડું મહત્તમ રૂ.7000 સુધીનું છે, પરંતુ મધ્યમ વર્ગની હોટેલો રૂ.2000 થી રૂ.4000 વચ્ચે સરળતાથી ઉપલબ્ધ છે.

જો કે ઈરાનમાં ડોલર રાખવા એ મોટો ગુનો છે. પણ ભારતીય રૂપિયા રાખી શકાય. ઈરાને છેલ્લા કેટલાક સમયથી ડોલર સ્વીકારવાનું બંધ કરી દીધું છે. હવે તે ભારત સહિત ઘણા દેશો સાથે તેમની સ્થાનિક ચલણમાં જ વેપાર કરે છે. પરંતુ તેના કારણે ત્યાં ડોલરની દાણચોરીનો ગેરકાયદે ધંધો પણ ફૂલીફાલી રહ્યો છે.

આમ જોવા જઈએ તો, રિયાલ ઈરાનમાં ખૂબ જ જૂનું ચલણ છે. તે સૌપ્રથમ 1798માં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 1825માં, રિયાલ બહાર પાડવાનું બંધ થયું. તે ફરીથી બહાર પાડવામાં આવ્યું હતું. 2012થી રિયાલ ઝડપથી ઘટવા લાગ્યું. જૂન 2020 સુધીમાં, ઈરાની રિયાલ 2018ની શરૂઆતથી લગભગ પાંચ ગણો ઘટી ગયો હતો. ત્યાં ફુગાવો રેકોર્ડ સ્તરે વધવા લાગ્યો. હવે ત્યાં વસ્તુઓ ઘણી મોંઘી થઈ ગઈ છે.

2022માં ઈરાનનો ફુગાવાનો દર 42.4% હતો, જે વિશ્વમાં દસમો સૌથી વધુ છે. જેના કારણે બેરોજગારી પણ વધી છે. જોકે, ઈરાનમાં મોટાભાગના લોકો રોજગારને બદલે પોતાનું કામ કરવાનું પસંદ કરે છે. ત્યાંની વસ્તીના માત્ર 27.5 ટકા લોકો જ ઔપચારિક રોજગારમાં છે, પરંતુ ગરીબી વધીને 50 ટકાથી વધુ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર પણ ઘણો છે.

વેલ ઈરાન એક સુંદર દેશ છે. અદ્ભુત સ્થાપત્ય પ્રકૃતિના અદભૂત દૃશ્યો ત્યાં જોઈ શકાય છે. આ એક આકર્ષક દેશ છે અને અહીં ઘણી સુંદર જગ્યાઓ છે. અહીંના લોકો મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંની સભ્યતા 7000 વર્ષથી વધુ જૂની છે. ઈરાનમાં બરફથી ઢંકાયેલ પર્વતો, લીલાછમ, ઊંડા જંગલો, મનોહર ટેકરાઓ અને ખારા સરોવરો સાથે સૂકા રણ છે. ઈરાનના ઉત્તરીય વિસ્તારોમાં લીલા જંગલો જોવા મળે છે. તે ઘણા સુંદર શહેરોનું ઘર છે.

સિએરા લિયોનની અર્થવ્યવસ્થા પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી અડચણોનો સામનો કરી રહી છે. હાલમાં ત્યાં એક ભારતીય રૂપિયો 238.32 રૂપિયા બરાબર છે. એ જ રીતે ઈન્ડોનેશિયામાં 01 ભારતીય રૂપિયાની કિંમત 190 રૂપિયા બરાબર છે. વિયેતનામમાં આ કિંમત 300 રૂપિયાની આસપાસ છે. આ બધા સુંદર દેશો છે, જ્યાં ઓછા પૈસામાં સરળતાથી મુલાકાત લઈ શકાય છે. તેના સુંદર કુદરતી સ્થાનો ઉપરાંત, વિયેતનામ તેના સ્ટ્રીટ ફૂડ માટે જાણીતું છે.

આખી દુનિયા ઈન્ડોનેશિયાની મુલાકાતે જાય છે. ભારતીયો પણ અહીં મોટા પાયે પિકનિક માટે જાય છે. ઈન્ડોનેશિયાને ટાપુઓનો સમૂહ કહેવામાં આવે છે. ઘણા પ્રાચીન ભારતીય દેવી-દેવતાઓના મંદિરો પણ અહીં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp