RIL બાદ હવે આ કંપનીએ કર્યો કમાલ, બની ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની

PC: indiatv.in

બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE)માં સોમવારે ઇતિહાસ રચાઇ ગયો. સોફ્ટવેર સેવાઓ પુરી પાડવામાં વિશ્વભરની જાણીતી કંપની ટીસીએસ (ટાટા કન્સલટન્સી સર્વિસીઝ) ભારતની બીજી એવી કંપની બની ગઇ છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) રૂપિયા 9 લાખ કરોડથી વધારે હોય. પહેલા નંબર પર દેશની જાયન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) છે. સોમવારે શેરબજાર ખુલ્યું ત્યારે શરૂઆતમાં જ શેરોમાં આવેલી તેજીને કારણે TCSનું માર્કેટ કેપ 9 લાખ કરોડને પાર કરી ગયું. સોમવારે BSEમાં TCSના શેરનો ભાવ 2.91 ટકા વધીને 2,442,80 પર પહોંચી ગયો. જે પોતે પણ TCSના અત્યાર સુધીના શેર પ્રાઇઝનો સૌથી ઉંચો રેકોર્ડ છે. NSE (નેશનલ સ્ટોક એકસચેન્જ)માં TCSના શેરનો ભાવ 2.76 ટકા વધીને 2,439,80 હતો.

સોમવારે TCSના શેરના ભાવમાં ઉછાળાને કારણે કંપનીનું માર્કેટ કેપ 9,14,606,25 કરોડ થઇ ગયું હતું. માર્કેટ કેપના મામલામાં TCS હવે ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની છે. રિલાયન્સે આ સિદ્ધિ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મેળવી લીધી હતી. તે વખતે રિલાયન્સે 9 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કર્યું હતું. પણ આજની તારીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 15,78,732,92 કરોડ છે. જે ભારતની બધી લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધારે છે. મતલબ કે રિલાયન્સ માર્કેટ કેપમાં પહેલા નંબરે છે.

હવે માર્કેટ કેપિટલાઈઝેશન એટલે શું તે તમને સામાન્ય ભાષામાં સમજાવીએ. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કંપનીના હાલના શેરના ભાવો અને કંપની પાસે જે શેરનો સ્ટોક છે, એ સંખ્યાના આધારે માર્કેટ કેપ નક્કી થાય છે. કંપનીના શેર સ્ટોક અને હાલના બજાર ભાવનો ગુણાકાર કરવામાં આવે એ માર્કેટ કેપ કહેવાય છે.

હવે બીજા પણ એક અગત્યના ન્યુઝ સાંભળો, દેશની જાણીતી આઇટી કંપની ઇન્ફોસીસે કહ્યું હતું કે, કંપની ચેક ગણરાજ્યની સોફ્ટવેર કંપની ગાઇડ વિઝનને રૂપિયા 260 કરોડમાં હસ્તગત કરશે. આ હસ્તાંતરણની પ્રકિયા ઇન્ફોસીસની સહયોગી કંપની ઇંફી કન્સલ્ટિંગ કંપની દ્વારા કરવામાં આવશે. ગાઇડ વિઝન ચેકગણ રાજય, હંગેરી, પોલેન્ડ, જર્મની અને ફિનલેન્ડમાં પોતોના બિઝનેસ ચલાવે છે. ગાઇડ વિઝનને હસ્તગત કરવાને કારણે ઇન્ફોસીસ યુરોપમાં પોતાના ગ્રાહકોને વધુ સારી સેવા પુરી પાડવા સક્ષમ બનશે, હસ્તાંતરણની પ્રકિયા નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પુરી થશે એમ કંપનીએ કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp