શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1100 અંક તૂટ્યો, નિફ્ટીમાં પણ ધડામ, અબજો ડૂબ્યા

PC: indianexpress.com

શેરબજારની હાલત ફરી એકવાર માર્ચ મહિના જેવી થઈ ગઈ છે. છેલ્લાં કેટલાક દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત વેચવાલીનો દોર જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા કારોબારી દિવસ એટલે કે ગુરુવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ 1100 અંકના ઘટાડા સાથે 36550 અંકના સ્તર પર આવી ગયો. નિફ્ટીની વાત કરીએ તો 350 અંકના ઘટાડા સાથે નિફ્ટી 10800 અંકની નીચે પહોંચી ગયો. ટ્રેડિંગ દરમિયાન BSE ઈન્ડેક્સના તમામ શેર લાલ નિશાન પર હતા. ટ્રેડિંગના છેલ્લાં કલાકમાં ઈન્ડસઈન્ડ બેંકનો શેર 8 ટકા નીચે જતો રહ્યો. Bajaj Finance, Tech Mahindra, TCS, Mahindra & Mahindraના શેર પણ ટોપ લૂઝરમાં સામેલ છે. Tata Steel, Infosys, Axis Bank, Maruti, Airtelના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટ અનુસાર, ગ્લોબલ સ્તર પર કોરોના વાયરસના વધતા મામલા અને વેક્સીનને લઈને કોઈ નક્કર ઉપાય ન હોવાને કારણે નિવેશકોની વચ્ચે ચિંતા છે. એવામાં વૈશ્વિક નિવેશક સતર્ક છે. તેમજ ઘરેલૂં બજારમાં નફો વસૂલી પણ દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શેરધારકોને સચેત કરતા કહ્યું હતું કે, શેરબજારની હાલત અસલ અર્થવ્યવસ્થા અનુસાર નથી દેખાઈ રહી, આથી તેમાં આગળ ઘટાડો થઈ શકે છે.

વૈશ્વિક બજારોમાંથી મજબૂતીના સંકેત મળવા છતા દેશના શેરબજારોમાં ધારણા નબળી રહેવાથી લઈને બુધવારે સતત પાંચમા દિવસે ઘટાડો રહ્યો. ટ્રેડિંગના અંતમાં સેન્સેક્સ 65.66 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડા સાથે 37668.42 અંક પર બંધ થયો. આ પ્રમાણે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21.80 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 11131.85 અંક પર બંધ થયો.

દૂરસંચાર અને નાણાકીય કંપનીઓના શેરોમાં વેચવાલી રહી, જ્યારે બજારમાં સારી દખલ રાખનારી Reliance Industries અને HDFC બેંકમાં તેજીએ બજારના નુકસાન પર થોડે હદ સુધી અંકુશ લગાવ્યો. સેન્સેક્સના શેરોમાં સર્વાધિક નુકસાનમાં ભારતી એરટેલ રહી. તેના શેર 7.89 ટકા નીચે આવી ગયા. વોડાફોન આઈડિયાના શેર પણ એક ટકા કરતા વધુ નીચે આવ્યા છે. એક દિવસ પહેલા Reliance Jioના આક્રામક પોસ્ટ પેડ પ્લાનની જાહેરાત બાદ કંપનીના શેર નીચે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp