રાજકોટ વન-ડેમાં ઈજાગ્રસ્ત થયા ઓપનર રોહિત-ધવન, જાણો ત્રીજી મેચ રમશે કે નહીં

PC: timesnownews.com

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખેલાડીઓની ઈજાને કારણે પરેશાનીમાં છે. ટીમના વિકેટકીપર રિષભ પંત ઈજાને કારણે બીજી વન-ડેમાં નહોતો રમ્યો. તો રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં બંને ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થયા હતા. ધવનને બેટિંગ દરમિયાન તો રોહિતને ફિલ્ડીંગ દરમિયાન ઈજા થઈ હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી વન-ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમના બંને ઓપનરો ઈજાગ્રસ્ત થઈ ગયા. શિખર ધવનને બેટિંગ કરતા સમયે 9.2 ઓવરમાં સ્ટાર્કની બોલ દ્વારા ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ધવન મેદાન પર સૂઈ ગયો હતો અને ફીઝિયોએ આવીને તેની સારવાર કરી હતી. જોકે, ત્યારબાદ ધવને શાનદાર બેટિંગ કરી હતી અને 96 રન બનાવ્યા હતા.

તો બીજી તરફ ટીમના અન્ય ઓપનર રોહિત શર્માને ફિલ્ડીંગ દરમિયાન ઈજા થઈ હતી. 42.2 ઓવરમાં બાઉન્ડ્રી બોલ પકડવાની કોશિશમાં રોહિતને ખભા પર ઈજા થઈ. ત્યાર બાદ તેણે મેદાનનની બહાર જવું પજ્યું રોહિતની ઈજા વધારે ગંભીર નથી. કારણ કે તે બાઉન્ડ્રીની બહાર બેઠેલો જોવા મળેલો.

વિરાટ કોહલીએ આપી અપડેટઃ

મેચ ખતમ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ રોહિતની ઈજા અંગે જણાવ્યું કે, રોહિતની ઈજા વધારે ગંભીર નથી. તેનો ડાબો ખભો ઘણી વાર ઉખડ્યો છે. તે ત્રીજી મેચ માટે તૈયાર રહેશે એવી આશા છે.

શિખર ધવન અંગે ભારતીય ટીમના પ્રવક્તાએ કહ્યું કે, શિખર ધવન હવે ઠીક છે. તો રોહિત અંગે તેમણે કહ્યું કે, રોહિતને ફિઝિયો દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી છે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 3 મેચોની સીરિઝમાં બીજી મેચમાં જીત હાંસલ કરી લીધી છે. હવે બંને ટીમો 1-1ની બરોબરી પર છે. હવે સીરિઝની નિર્ણાયક મેચ બેંગલોરના ચેન્નાસ્વામિ સ્ટેડિયમમાં 19 જાન્યુઆરીના રોજ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp