ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભારતની પીચને કહી બોરિંગ તો ફેન્સે આ રીતે કરી બોલતી બંધ

PC: bcci.tv

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું છે કે ભારતમાં ટેસ્ટ પીચ કંટાળાજનક હોય છે અને મોટાભાગની પીચ બેટ્સમેનો માટે મદદગાર છે. ભારત હાલમાં દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ મેચની ઘરેલુ ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. આ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. વોને ટ્વિટ કર્યું હતું કે, ભારતમાં ટેસ્ટ મેચમાં પીચ ખૂબ કંટાળાજનક હોય છે, પ્રથમ ત્રણ-ચાર દિવસની સ્પર્ધા મોટાભાગે બેટ્સમેનો દ્વારા કરવામાં આવે છે. બોલરો માટે વધુ એક્શનની જરૂર છે. આ આજે મારો વિચાર છે.

વોનનું નિવેદન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આવ્યું છે. મેચમાં અત્યાર સુધી બેટ્સમેનનો દબદબો રહ્યો છે. મયંક અગ્રવાલે સદી ફટકારી છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાએ આતિશી ઇનિંગ રમી હતી. જ્યારે દ.આફ્રિકા તરફથી કેશવ મહારાજે પણ 72 રન ઇનિંગ રમી હતી.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. રોહિત શર્માએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, જ્યારે મયંકે બેવડી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગર અને ક્વિન્ટન ડી કોકે પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જો કે, બીજી ઇનિંગ્સમાં યજમાન ટીમની બેટિંગ લાઇનઅપ ભાંગી પડી હતી.

ઉલ્લેખનીય છે કે માઇકલ વોન સામાન્ય રીતે જ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરો પર નિશાન તાકતાં આવ્યા છે. ઘણી વખતે તેઓ ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ શૈલીની નિંદા કરતા આવ્યા છે. એવામાં આ ટ્વીટ પર પણ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકોએ માઇકલ વોનને તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp