INDvsWI1stODI: વેસ્ટ ઇન્ડીઝ ટોસ જીત્યું, જુઓ ભારતની પ્લેઇંગ XI

PC: hotstar.com

T20 સીરિઝમાં 2-1થી કબજો કર્યા બાદ આજે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝની પહેલી મેચ રમશે. ચેન્નાઇમાં રમાનારી આ મેચમાં વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલીએ ટોસ બાદ કહ્યું હતું કે, જો અમે ટોસ જીતી જાત તો અમે પણ પહેલા બેટિંગ લેત. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ છેલ્લી પાંચ વન-ડે મેચની વાત કરીએ તો ભારત પાંચમાંથી ચાર મેચ જીત્યું છે અને એક મેચનું કોઇ રિઝલ્ટ નહોતું આવ્યું.

પ્લેઇંગ XIની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ ટીમમાં યઝુવેન્દ્ર ચહલ, શર્દુલ ઠાકુર, મનિષ પાંડે અને મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું નથી.

ભારતીય ટીમ...

વિરાટ કોહલી

રોહિત શર્મા

દીપક ચહર

શિવમ દૂબે

શ્રેયસ ઐયર

કેદાર જાધવ

રવિન્દ્ર જાડેજા

કુલદીપ યાદવ

મોહમ્મદ શામી

રિષભ પંત

કે.એલ.રાહુલ

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp