ગંભીરને આવ્યો ધોનીનો છગ્ગો મારનારો ફોટો જોઈને ગુસ્સો, બોલ્યો-વર્લ્ડ કપ જીતવામાં

PC: thestatesman.com

ભારતનો પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુરુવારે એક ટ્વીટર પોસ્ટથી ખુશ નહોતો, જ્યાં એમ. એસ. ધોનીના એ છગ્ગાને દર્શાવવામાં આવ્યો હતો, જે છગ્ગા બાદ ટીમ ઈન્ડિયા 2011 વર્લ્ડ કપ જીત્યું હતું. ભારતીય પ્રશંસકો માટે 2 એપ્રિલ, 2011 યાદગાર તારીખ હશે, કારણ કે આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે પોતાનો બીજો વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધોનીની આગેવાનીવાળી ભારતીય ટીમે ફાયનલમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને આખા દેશને સેલિબ્રેશન કરવાની તક આપી હતી.

ગુરુવારની સવાર, તે રાતને યાદ કરતા ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી, પરંતુ એક વિશેષ પોસ્ટ હતી જેને જોઈને ગૌતમ ગંભીર ગુસ્સે થયો હતો. તેણે ફરી જણાવવાનો પ્રયત્ન કર્યો કે, વર્લ્ડ કપ જીતવામાં આખા ભારતનો હાથ હતો. માત્ર એક છગ્ગાના કારણે ટીમ ઈન્ડિયાએ જીત નહોતી મેળવી.

ક્રિકઈન્ફોએ ગુરુવારની સવારે ધોનીના વર્લ્ડ કપ ફાયનલના છગ્ગાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, 2011માં આજના દિવસે એ શૉટ જેણે કરોડો લોકોના ચહેરા પર સ્માઈલ લાવી દીધી હતી. ગંભીર એ તથ્યથી પ્રભાવિત નહોતો કે ભારતીય વર્લ્ડ કપ જીતવા માટે માત્ર ધોનીને હાઈલાઈટ કરવામાં આવ્યો. આ ટ્વીટને રિ-ટ્વીટ કરતા ગૌતમ ગંભીરે લખ્યું, વર્લ્ડ કપ 2011 આખા ભારત, ટીમ ઈન્ડિયા અને સપોર્ટ સ્ટાફના કારણે જીત્યો હતો. માત્ર એક છગ્ગાના કારણે જીત્યા નહોતા.

ભારતની સામે ફાયનલ મેચમાં શ્રીલંકા હતું, જેણે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 6 વિકેટ પર 274 રનનો સ્કોર બનાવ્યો હતો. મહેલા જયવર્ધને નોટઆઉટ 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મતલબ ભારતે તે મેચ અને સાથે વર્લ્ડ કપ જીતવા માટે 275 રન બનાવવાના હતા. પરંતુ આ શું? વીરેન્દ્ર સેહવાગ ઈનિંગની બીજી બોલ પર પેલેવિયનમાં પાછો ફર્યો. લસિથ મલિંગાએ ત્યારબાદ સચિન તેંદુલકરને પણ આઉટ કરી દીધો. ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 31 રન હતો.

આ મુશ્કેલ સમયમાં ગૌતમ ગંભીર (97)એ વિકેટ સાચવી રાખી અને સાથે મેચ પણ. વિરાટ કોહલી (35)ની સાથે 15.3 ઓવરમાં 83 રનની ભાગીદારી નિભાવી અને પછી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (નાબાદ 91)ની સાથે ચોથી વિકેટ માટે 19.4 ઓવરમાં 109 રન બનાવ્યા. ગંભીર અને ધોનીની ભાગીદારીમાં પણ ચારવાર બાઉન્ડ્રી મારવામાં આવી હતી છતા તેમણે 5.54ના રનરેટથી રન બનાવ્યા હતા.

અંતમાં ધોની દ્વારા નુવાન કુલશેખરાની બોલ પર મારવામાં આવેલો છગ્ગો લોકોના મનમાં વસી ગયો. આ છગ્ગાની સાથે ભારત વર્લ્ડ કપ ફાયનલમાં લક્ષ્યનો પીછો કરતા જીત મેળવનારી ત્રીજી ટીમ બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp