IPLની હરાજીમાં આ 11 વિદેશી ખેલાડીઓ પર લાગી શકે છે કરોડોની બોલી

PC: youtube.com

IPL 2020 હરાજી માટેનો સમય નજીક છે, જેમાં ઘણા ખેલાડીઓ બોલી લગાવવામાં આવશે. દરેક ખેલાડી ઇચ્છે છે કે તેની બોલી સૌથી વધુ રહે. દર વખતની જેમ આ વખતે પણ કેટલાક ખેલાડીઓની ઉંચી બોલી આવવાની અપેક્ષા છે. આ હરાજીમાં 11 ખેલાડીઓ એવા જેમની બોલી કરોડોમાં હોઈ શકે છે અને દરેક ટીમ આ ખેલાડીઓને તેમની ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવશે અને ખેલાડીઓ તેમની ટીમનો ભાગ બનવા માંગશે, તો ચાલો આપણે તેમના વિશે વાત કરીએ. IPL 2020 ની હરાજીમાં કરોડો રૂપિયામાં ખરીદી શકાય તેવા 12 સુપરસ્ટાર ખેલાડી.

1. એરોન ફિન્ચ
ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન અને હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા એરોન ફિન્ચ પર બધી ટીમોની નજર રહેશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને કેકેઆર વચ્ચે આ ખેલાડીને લેવા માટે લાંબી બોલી લાગી શકે છે.

Image result for aaron finch

2. એલેક્સ કેરી
ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર બેટ્સમેન એલેક્સ કેરીએ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું અને એક વિકેટ કિપર બેટ્સમેનની માગ એમ પણ આઇપીએલમાં વધારે રહે છે એ જોતા આ ખેલાડી પણ કમ સે કમ 2થી 3 કરોડ વચ્ચે જરૂર વેચાશે.

3. શેલ્ડન કોટ્રેલ
પોતાના અલગ અંદાજ માટે જાણીતા કેરેબિયન બોલર શેલ્ડન કોટ્રેલની માગ આ વખતે આઇપીએલ ટીમોમાં જોવા મળશે.

Image result for sheldon cottrell

4. માર્ક વૂ઼ડ
ઇંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલરે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે એ જોતા આવનારા આઇપીએલ ઓક્શનમાં તેને ટીમમાં સમાવવાં માટે બેથી ત્રણ ટીમો ઉંચી બોલી લગાવી શકે છે.

5. ગ્લેન મેક્સવેસ
પોતાની ધુંઆધાર બેટિંગ માટે જાણીતા મેક્સવેલ પર કોઇ પણ ટીમ મોટો દાવ લગાવી શકે છે. કિંગ્સ ઇલેવન ખાસ આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તત્પર રહેશે.

6. ક્રિસ વોક્સ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે વર્લ્ડ કપ દરમિયાન લગભગ તમામ મેચોમાં વિકેટો ઉપાડી હતી. આ ખેલાડી મેદાનમાં તેના 100 પરસેન્ટ દેખાવ માટે જાણીતો છે.

Image result for chris woakes

7. ઇઓન મોર્ગન
આઇપીએલ ઓક્શનમાંથી નામ પરત ન લે તો ઇઓન મોર્ગનને પણ ખરીદવા માટે ટીમોમાં પડાપડી શક્ય છે. ઇંગ્લેન્ડના કેપ્ટન તરીકે પહેલો વર્લ્ડ કપ અપાવનાર આ આઇરીશ ખેલાડી પર બધી ટીમો ટાપીને બેઠી છે.

8. મેટ હેનરી
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી હાલ શ્રેષ્ટ ફોર્મમા ચાલી રહ્યો છે, પોતાની સ્વિંગ થકી બેટ્સમેનોને હેરાન કરી દે છે. ગત આઇપીએલમાં પણ મેટ હેનરીએ સારું પ્રદર્શન કર્યું હતું.

9. જેમ્સ નિશમ
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નિશમ પર પણ આ વખતે પૈસાની વરસાદ થઇ શકે છે. બેટ અને બોલથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આ ખેલાડી પર બધી ટીમોની નજર રહેશે.

10. રાસીવ વન્ડર ડસન
દ.આફ્રિકાના સ્ટાર બેટ્સમેન વન્ડર ડસન આ વખતે પ્રોટિયાઝ ટીમની કરોડરજ્જુ ગણવામાં આવે છે. આ ખેલાડીએ ટીમમાં આવતાં જ પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. તે તેની ઉંચી બોલી માટે પણ હકદાર છે.

11. જેસન રોય
ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે પુરવાર કરી દીધું છે કે તે હાલના સમયે શ્રેષ્ઠ ઓપનરોમાંથી એક છે. ઇંગ્લેન્ડના ખેલાડી જો આખાં સત્ર માટે જોડાવા માગે તો તેમને મોટી રકમ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp