સુરતમાં આ સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવતા ઝડપાયો

PC: dainikbhaskar.com

સ્કૂલ બસ કે, સ્કૂલ વાનના ચાલકોની બેદરકારીના કારણે બાળકોને જીવ જોખમમાં મુકાવાની ઘટનાઓ ઘણી વાર પ્રકાશમાં આવી છે અને ઘણી વાર વિદ્યાર્થીના મોતના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે સુરતની નામાંકિત સ્કૂલની બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચાલવતા ઝડપાયો હતો. જે સમયે ડ્રાઈવર દારુના નશાની હાલતમાં બસ ચલાવતો હતો ત્યારે વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા.

એક રિપોર્ટ અનુસાર સુરતના ખટોદરા વિસ્તારમાંથી રેડિયન્ટ ઈંગ્લીશ એકેડમી સ્કૂલની બસ વિદ્યાથીઓને ઘરે મૂકવા જઈ રહી હતી તે સમયે બસના ડ્રાઈવરનો એક બાઈક ચાલક સાથે જોખમી રીતે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન બાઈક ચાલકને સ્કૂલ બસનો ડ્રાઈવર દારુના નશાની હાલતમાં ડ્રાઈવ કરી રહ્યો હોવાની શંકા ગઈ હતી. તેથી વાહન ચાલકે 100 નંબર પર ફોન કરીને પોલીસને ઘટના સ્થળ પર બોલાવી હતી.

પોલીસની તપાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે બસના ડ્રાઈવરની ધરપકડ કરીને બસને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. ડ્રાઈવર બાબતે બસમાં બેસેલા વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું હતું કે, તેમને પણ બસના ડ્રાઈવર પર શંકા ગઈ હતી કારણ કે, બસનો બેથી ત્રણ વાર અકસ્માત થતા થતા બચ્યો હતો. હાલ આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચાલાવતો હતો ત્યારે કોઈ અકસ્માત થયો હોત તો બાળકોની સુરક્ષાનું શું થાત? આ ઘટનામાં ક્યાંકને ક્યાંક શાળાના સંચાલકોની પણ બેદરકારી સામે આવી છે. આ સમગ્ર મામલે બસના કોન્ટ્રાક્ટર સમીર અધિકારીએ જણાવ્યું હતું કે, બસ ડ્રાઈવરને બસ સોંપતા સમયે આલ્કોહોલ ડીટેક્ટર મશીનથી ડ્રાઈવરને ચેક કરવામાં આવે છે અને પછી બસ તેમને આપવામાં આવે છે. આ દિલીપ નામનો ડ્રાઈવર ચાર મહિનાથી જ નોકરી પર આવ્યો હતો અને તેને રસ્તામાં ક્યાંક નશો કર્યો હોઈ શકે છે આ બાબતે તપાસ કરવામાં આવશે અને આ ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp