સુરતમાં આ જગ્યાએ બનશે નવા 8 ફલાય ઓવર–રેલવે અંડરબ્રીજ

PC: viral patel

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરમાં આઠ ફલાય ઓવર રેલવે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે 39 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત શહેરમાં કુલ-10 ફલાય ઓવર રેલવે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. 713 કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી. મુખ્યમંત્રીએ તદ્દઅનુસાર સુરતમાં નવા 8 ફલાય ઓવર બ્રીજ, રેલવે અંડરબ્રીજના કામો માટેના કુલ 390 કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે 10 ટકા પ્રમાણે 39 કરોડની રકમ મહાપાલિકાને ફાળવવાની અનૂમતિ આપી છે.

સુરત મહાનગરમાં જે આઠ ફલાય ઓવર અને રેલવે અંડરબ્રીજ નિર્માણ થશે તેમાં સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સાંઇબાબા મંદીર પાસે ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલવે અંડરપાસ, સાઉથ ઇસ્ટ લીબાયત ઝોન વિસ્તારમાં ડીંડોલી માનસરોવર પાસે રેલવે ઓવરબ્રીજ, અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રિભકો લાઇન એલ.સી. નંબર 05 ઉપર રેલવે ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આજણા તરફ જતા કેનાલ વાળા રસ્તા પર ભાઠેના જંકશન પર ફલાય ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં આજણા કેનાલ વાળા રસ્તા ઉપર મોડલ ટાઉન સર્કલ જંકશન પર અંડરપાસ-ફલાય ઓવરબ્રીજ, સાઉથ ઇસ્ટ ઝોન લીંબાયતમાં ડ્રાફટ ટીપી 62 ડીંડોલી, ભેંસ્તાન, ભેદવાડમાં ડીંડોલી ખરવાસા રોડ અને મીડલ રીંગ રોડ જંકશન સાંઇ પોઇન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફલાય ઓવરબ્રીજ તથા સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં ઘોડદોડ રોડ જંકશન પર અંડરબ્રીજ અને સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં બેડલાઇનર જંકશન પર અંડરબ્રીજનો સમાવેશ થાય છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, 2019-20ના બજેટમાં સુરત શહેર માટે 10 ફલાય ઓવર રેલવે અંડરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે જે પૈકી 8 ફલાય ઓવરબ્રીજ, અંડરબ્રીજના કામો માટે SMCને આ વર્ષે રૂ. 39 કરોડ રાજ્ય સરકાર ફાળવશે. સુરત શહેરમાં વાહન અવર-જવર માટે માર્ગો પરનું ટ્રાફિક ભારણ આ નવા ફલાય ઓવર અને અંડરબ્રીજ બનવાથી મહદઅંશે ઘટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp