Toyotaની અર્બન ક્રૂઝર SUV લોન્ચ, કિંમત જાણી તમે ખુશ થઇ જશો

PC: autocarindia.com

જાપાનીઝ કાર મેકર કંપની ટોયોટાએ ભારતમાં પોતાની નાની એસયૂવી ભારતમાં લોન્ચ કરી દીધી છે. જે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાનું જ બીજુ રૂપ છે. જે ટોયોટા-સુઝુકી પાર્ટનરશિપ હેઠળ જ લોન્ચ કરવામાં આવેલી બીજી કાર છે. નવી ટોયોટા અર્બન ક્રૂઝર SUVની શરૂઆતી કિંમત 8.40 લાખ(એક્સ શોરૂમ) રૂપિયા છે. આ એક સબ 4 મીટર કોમ્પેક્ટ SUV કાર છે. જેની સીધી ટક્કર ભારતીય કાર માર્કેટમાં Hyundai Venue, Mahindra XUV300, ટાટા હેરિયર અને હાલમાં જ દેશમાં લોન્ચ થયેલી કિઆ સોનેટ જેવી કારો સાથે થશે. કંપનીનું કહેવું છે.

કિંમત કેટલી

કંપનીએ કારને 3 વેરિઅન્ટ્સ મિડ, હાઈ અને પ્રીમિયમમાં લોન્ચ કરી છે. ત્રણેય વેરિઅન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. મિડ વેરિઅન્ટના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 8.40 લાખ રૂપિયા અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમત 9.80 લાખ રૂપિયા છે. હાઈ વેરિઅન્ટના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 9.15 લાખ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમત 10.65 લાખ રૂપિયા છે. પ્રીમિયમ વેરિઅન્ટના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 9.80 લાખ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમત 11.30 લાખ રૂપિયા છે.

જણાવી દઇએ કે વિટારા બ્રેઝાની કિંમત 734000 રૂપિયાથી શરૂ થઇને 1115000 રૂપિયા સુધી જાય છે. જોકે, એ જાણવું જરૂરી છે કે અર્બન ક્રૂઝરમાં બ્રેઝાના બેઝ વેરિઅન્ટને સામેલ કરવામાં આવ્યું નથી. એજ કારણ છે કે કિંમત બ્રેઝા કરતા વધારે છે. ખાસ વાત છે કે કંપનીએ બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાને અર્બન ક્રૂઝર માટે પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

એન્જિન

નવી ટોયોટા અર્બન ક્રૂઝરમાં પણ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાની જેમ 1.5 લીટર, 4 સિલિંડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ એન્જિન 103 બીએચપીનો પાવર અને 138NM ટોર્ક જનરેટ કરે છે. જે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીટ AMT સાથે આવે છે.

કારમાં 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. આ ઉપરાંત કારમાં એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન, ક્રૂઝ કન્ટ્રોલ, ક્લાઈમેટ કન્ટ્રોલ, રેન સેંસિંગ વાઈપર્સ અને રિયર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારની ડિલિવરી મીડ ઓક્ટોબરથી શરૂ થશે.

કારના એક્સટીરિયરની વાત કરીએ તો સૌથી પહેલી નજર કારના ક્રોમ ગ્રિલ પર જાય છે, જે ટોયોટા ફોર્ચ્યૂનરથી ઈન્સપાયર્ડ છે. ટોયોટાએ ડાયનામિક બોલ્ડ ગ્રિલ આપી છે. આ ઉપરાંત LED પ્રોજેક્ટર, હેડલેમ્પ, ડે ટાઈમ રનિંગ લાઈટ્સ અને LED ટેલ લેમ્પ મળશે. કારમાં 16 ઈંચ ડાયમંડ કટ અલૉય વ્હીલ પણ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp