Nazro 20 Proનો આજથી ભારતમાં સેલ, જાણી લો તેના ફિચર્સ અને કિંમત

PC: 9to5google.com

Realme એ હાલમાં જ Nazro સિરીઝ હેઠળ ભારતમાં ત્રણ નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. આ નવા સ્માર્ટફોનમાં Nazro 10 સિરીઝના અપડેટ તરીકે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સિરીઝ હેઠળ Nazro 20 Pro, Nazro 20 અને Nazro 20A આવે છે. Pro મોડેલ સૌથી વધુ સ્પેફિકેશન સાથેનો સ્માર્ટફોન છે અને આજથી તેનો સેલ શરૂ થઈ રહ્યો છે. તેમાં 65W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

Realme Nazro 20 Pro ના બેઝ 6 GB+ 64 GB વેરિયન્ટની કિંમત 14999 રૂપિયા છે, જ્યારે 8GB+ 128GB વેરિયન્ટની કિંમત 16999 રૂપિયા રાખવામાં આવી છે. કસ્ટમર આ ફોનને બ્લેક નિંજા અને વાઈટ નાઈટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. આજે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, કંપનીની વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી કરી શકાશે.

ઓફર્સની વાત કરીએ તો Flipkart પર કસ્ટમર્સને Flipkart એક્સિસ કોબ્રાંડના કાર્ડ પર 1000 રૂપિયાની સેવિંગ, HSBC ક્રેડિટ કાર્ડ્સ પર 5 ટકાની છૂટ, Axis બેંકના ક્રેડિટ કાર્ડ પર 5 ટકાની છૂટ અને Flipkart Axis બેંક ક્રેડિટ કાર્ડ પર 5 ટકાનો અનલિમિટેડ કેશબેક મળશે. સાથે જ કસ્ટમર 299 રૂપિયામાં 2 વર્ષ માટે ડિસ્કવરી પ્લસ પ્રિમીયમ સબ્સ્ક્રીપ્શન ખરીદી શકશે. આ સિવાય કસ્ટમર નો-કોસ્ટ EMI નો લાભ પણ મેળવી શકશે.

Realme Nazro 20 Pro ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઈડ 10 બેઝ Realmi UI, 90Hz  રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચની ફૂલ HD+(1080*2400 પિક્સેલ) અલ્ટ્રા સ્મૂધ ડિસપ્લે, 120Hz ટચ સેમ્પલિંગ રેટ, ઓક્ટા-કોર  MediaTek Helio G95 પ્રોસેસર, 48MP પ્રાઈમરી કેમરા સાથે ક્વોડ કેમેરા સેટઅપ, 16MP સેલ્ફી કેમેરો, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 65W SuperDart  ચાર્જ ફાસ્ ચાર્જિંગ સપોર્ટની સાથે 4500mAh ની બેટરી આપવામાં આવી છે.

Realme Nazro 20 ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો 4 GB+ 64 GB વેરિયન્ટની કિંમત 19499 રૂપિયા છે, જ્યારે 4GB+ 128GB વેરિયન્ટની કિંમત 11449 રૂપિયા છે. આ મોબાઈલ વિક્ટરી બ્લૂ અને ગ્લોરી સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp