આ કારને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, Hyundai, Mahindra અને Tataને પણ પાછળ છોડી

PC: mg.co.uk/

બ્રિટિશ કાર મેકર કંપની MGની અપકમિંગ કાર MG ZS EVને લોન્ચિંગ પહેલા જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ કાર 27 જાન્યુઆરીએ લોન્ચ થશે. લોન્ચ પહેલા આ કારના 2300 યુનિટ્સનું બુકિંગ થઈ ગયું છે.  જે Hyundai Kona, Mahindra & Mahindra (eVerito અને E20) અને Tata Motorsની Tigorના કમ્બાઈન વેચાણ કરતા પણ વધુ છે. કારની ડિમાન્ડને પગલે કંપની પ્રોડક્શન વધારી રહી છે. આવતા વર્ષ સુધી કંપની ભારતમાં ઈલેક્ટ્રિક બેટરી પ્લાન્ટ પણ સેટઅપ કરશે. હાલના સમયમાં ગુજરાતમાં કંપનીનો એસેમ્બલિંગ પ્લાન્ટ છે.

કંપનીની પહેલી SUV ભારતમાં માત્ર 5 શહેરોમાં ઉપલબ્ધ હશે. આ કાર તમે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુમાં જ ખરીદી શકાશે. ભારતમાં તેનું બુકિંગ 21 ડિસેમ્બરશી શરૂ થઈ ગયું છે. વધુ ડિમાન્ડને કારણે કંપનીએ હાલ આ કાર માટે બુકિંગ ક્લોઝ કરી દીધું છે. આ પહેલા MG Hectorને પણ ભારતમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

MG ZS EVની ઈલેક્ટ્રિક મોટર 141bhpનો પાવર અને 353Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 44.5 kWh બેટરી પેક છે. એકવાર ફુલ ચાર્જ કરવા પર આ ઈલેક્ટ્રિક SUV 340 કિમી સુધી ચાલશે. તેની બેટરી વોટરપ્રૂફ અને ડસ્ટ પ્રૂફ છે. કંપનીનો દાવો છે કે, MG ZS EV માત્ર 8 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લેશે. MG ZS EVની લિથિયમ-આર્યન બેટરીને 50 kW DC ચાર્જરથી 40 મિનિટમાં 80 ટકા ચાર્જ કરી શકાશે, જ્યારે સ્ટાન્ડર્ડ 7.1 kW ચાર્જરથી ચાર્જ કરવામાં આશરે 7 કલાકનો સમય લાગશે. કંપની આ SUVની સાથે 7.4 kWh ચાર્જર પણ આપશે.

Hector SUVની જેમ MG ZS EVમાં પણ ફીચર્સનું લાંબું લિસ્ટ હશે. આ ઈલેક્ટ્રિક SUVમાં LED DRLની સાથે ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ, 8-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, કીલેસ એન્ટ્રી/ગો, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 17-ઈંચ એલોય વ્હીલ અને ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ મળશે. ટોપ વેરિયન્ટમાં પેનોરમિક સનરૂફ, લેધર ફિનિશ સીટ્સ, પાવર અડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, એર પ્યોરિફાયર અને રેન સેંસિંહ વાઈપર્સ જેવા ફીચર્સ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp