હમણા મોબાઇલનું કવર, બેક-કવર ફેંકી દો, જાણો મોટું કારણ

PC: heraldpublicist.com

 તમારા મોબાઇલ ફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે. તમે હાથ સાફ કર્યા છે પરંતુ તે હાથે મોબાઇલ પકડો છો પરંતુ જો તેમાં આ વિષાણું ચોંટ્યા હોય તો તેની સીધી અસર થઇ શકે છે. કોરોના વાયરસનું સંક્રમણ ઉઘરસ અને છીંકના શૂક્ષ્મ બિંદુઓ મારફતે ફેલાતું હોય છે. જો તે બિંદુઓ મોબાઇલ ફોન પર હોય તો તેમને ખ્યાલ પણ આવતો નથી.

 મોબાઇલ ફોન સ્વચ્છ રાખવા એ પણ જરૂરી છે. મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ કહે છે કે ફોનને આલ્કોહોલસેનેટાઇઝર કે સ્ટેલિંઝિંગ વાઇપથી સાફ કરવો નહીંકારણ કે તેમ કરવાથી તેની સ્ક્રીનના કોટીંગને નુકશાન થાય છે. આ નુકશાન પછી કોરોનાના વિષાણુંઓ તેની પર ચોંટી જવાની સંભાવના વધી જાય છે.

વોટર રેઝિસ્ટન્ટ ટેકનોલોજી ધરાવતા મોબાઇલને સાબુ કે પાણી અથવા સિંગલ યુઝ પેપર ટોવેલથી સાફ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓ જે મોબાઇલ ફોન વાપરે છે તેમાં રસોડાની ચિકાશ આવતી હોય છે તેથી વાપરતા પહેલાં તેના પર રહેલી ચિકાશને દૂર કરવી હિતાવહ છે.

 નિષ્ણાંતો કહે છે કે કોરોના વાયરસના વિષાણુંઓ કપડાં પર નવ કલાક સુધી જીવિત હોય છે જ્યારે મોબાઇલ ફોન પર નવ દિવસ સુધી જીવતાં હોય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ શરીર બહાર નવ દિવસ સુધી જીવતો હોય છે.

આ વાયરસ કોઇપણ મેટલ પર 12 કલાક સુધી જીવે છે. ચામડી પર 10 મિનીટ જીવે છે. મોબાઇલ સ્ક્રિન પર 48 કલાક સુધી જીવિત હોય છે પરંતુ જો મોબાઇલ પાછળ પ્લાસ્ટીકનું કવર હોય તો તેના પર સૌધી વધુ નવ દિવસ સુધી જીવિત હોય છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોબાઇલને સ્વચ્છ રાખવાની સલાહ આપી છે. કપડાં પરનો વાયરસ નવ કલાક તો હોય છે પરંતુ કપડાં જો સૂર્યના તડકામાં સૂકવવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીથી તે કમજોર પડી જાય છે.

અત્યારે નખ વધારવાની ફેશન થઇ છે. નખ વધારવાનો સૌથી વધુ શોખ યુવતીઓને હોય છે પરંતુ હવે તો યુવાનો પણ આ શોખ પોષી રહ્યાં છે. કોરોનાથી બચવા માટે તમે જ્યારે સેનેટાઇઝર કે સાબુથી હાથ ધુવો છો ત્યારે હાથ તો સાફ થાય છે પરંતુ નખમાં અંદર રહેલો કોઇપણ પદાર્થ સાફ થતો નથી. એટલે કે કોરોનાના સંક્રમણ સમયમાં આંગળીઓને નખ કાપી નાંખવા જોઇએકેમ કે હાથ ધોતી વખતે સેનેટાઇઝર નખની અંદરની બાજુએ જઇ શકતું નથી.

આવા સમયે ફેશન છોડીને યુવતીઓએ તેમના નખને કાપી નાંખવા જોઇએકેમ કે તે કોરોના પોઝિટીવ કેસના સંપર્કમાં આવ્યા પછી ક્યારેક જોખમી બની શકે છે. વાયરસને સાદા માસ્કની મદદથી પણ રોકી શકાય છેએટલે માસ્ક ન મળે તો ચોખ્ખો હાથરૂમાલ પણ મોંઢા પર બાંધી શકાય છે.

યુવતીઓની એક ફેશન આજે બહું કામ લાગે છે અને તે વાહન ચલાવતી વખતે મોંઢા પર બાંધેલો દુપટ્ટો છે. સામાન્ય રીતે ચહેરા પર આવતી ગરમીને રોકવા માટે તે પહેરવામાં આવે છે પરંતુ આ દુપટ્ટો કોરોના વાયરસના સંક્રમણ સમયે માસ્કનું કામ કરે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp