રાજકોટ કલેકટર કચેરીમાં તોડફોડના કેસમાં ભાજપના બે નેતાને મળી મોટી રાહત

PC: thebengalstory.com

રાજકોટ કલેકટર કચેરીમાં તોડફોડના 2008ના કેસમાં આરોપી જાહેર કરવામાં આવેલા 10 નેતાઓમાંથી ભાજપના બે નેતાઓની સજા કોર્ટે દ્વારા મોકૂફ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં કુંવરજી બાવળીયાની જમીન કૌભાંડ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી પર રજૂઆત કરવા માટે ગયા હતા. આવેદન આપતા સમયે કલેક્ટર કચેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમની સાથે-સાથે IPCની કલમ 146, 147, 149 અનુસાર જે તે સમયે પોલીસ દ્વારા કુલ 179 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દરમિયાન 9 લોકોના મોત થયા હતા.

24 ડિસેમ્બરના રોજ 170 આરોપીનો ચૂકાદો આવ્યો છે, જેમાંથી 160 આરોપીઓને નોર્દોષ ગણાવીને છોડવામાં આવ્યા હતા અને બાકીના 12 આરોપીઓને એક વર્ષની સજા કરવામાં આવી હતી. આ 12 આરોપીઓમાં પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડિયા અને સ્વ.પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રાજપૂત, મહમદ પીરજાદા, અશોક ડાંગર, ગોવિંદ રાણપરિયા, દેવજી ફતેપરા જશવંતસિંહ ભટ્ટી, ભીખુ વાડોદરિયા, ગોરધન ધામેલિયાને પાંચ હજાર રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા ફટકારવામાં આવી આવી હતી. ત્યારે હવે આ 10 આરોપીઓમાંથી ભાજપના નેતા ગોવિંદ રાણપરીયા અને જિલ્લા ભાજપના અગ્રણી ગોરધન ધામેલીયાને સેસન્સ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. કોર્ટે બંને નેતાઓની એક વર્ષની સજાને મૂકૂફ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp