RMCનો નિર્ણય, 10 વર્ષ પહેલા બનેલા આવાસ સમારકામ કરી BPL કાર્ડધારકોને આપવામાં આવશે

PC: i2.wp.com

રાજકોટ મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 10 વર્ષ સુધી જર્જરિત રહેલા આવાસોની ફાળવણી હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને કરવામાં આવશે. 10 વર્ષ સુધી જર્જરિત રહેલા આવાસનું હવે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવશે અને સમારકામ કર્યા બાદ આવાસોની BPL કાર્ડ ધારકોને ફાળવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ઝુંપડામાં રહેતા ગરીબ લોકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 360 જેટલા આવાસ ફાળવણી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય આવ્યો છે કે, જે આવાસો છે તેનું સમારકામ કરવા માટે હાઉસિંગની ગ્રાન્ટ હોય છે અને આ બાબતે ભૂતકાળમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 360 આવાસ BPL કાર્ડ ધારકોને કોર્પોરેશન રીપેર કરાવીને ગરીબ લોકોને જે પ્રમાણે જરૂરિયાત હોય તે પ્રમાણે તે લોકોને બે લાખ રૂપિયામાં આવાસ આપશે. અને અન્ય જે 558 મકાનો છે તે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર શ્રમિકો અને વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 28ઓગસ્ટના રોજ મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રાજકોટમાં વિકાસને લગતા કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને આ બેઠકમાં 2010માં નિર્મિત થયેલા 360 આવાસના મેન્ટેનન્સ માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2010માં બનેલા 360 આવાસો રાજકોટની જનતાને ફાળવવામાં આવ્યા ન હોવાનું ભોપાળું બહાર આવ્યું હતું. જો કે, આ બાબતે લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા પરંતુ તેમને આવાસ ફાળવવામાં આવ્યા નથી. જેથી સ્ટેન્ડીંગ કમિટી દ્વારા જે તે સમયે આવાસના મેન્ટેનન્સ માટેની દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી હતી અને અધિકારીઓ પાસેથી 10 વર્ષમાં આવાસ લાભાર્થીઓને શા માટે નથી ફાળવવામાં આવ્યા તે બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો. આ 360 આવાસ હવે BPL કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયામાં રીપેરીંગ કરાવીને આપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે 10 વર્ષ સુધી પડી રહેલા જર્જરિત આવાસ કેટલા સમયમાં રીપેરીંગ થાય છે અને ત્યારબાદ તેની ફાળવણી કેટલા સમયની અંદર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા BPL કાર્ડ ધારકોને કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp