રાજકોટમાં બસ-બાઇક વચ્ચે એવું એક્સિડન્ટ થયું કે જોનારા પણ હચમચી ગયા

PC: youtube.com

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો જાય છે, ત્યારે રાજકોટમાં એક બાઈક ચાલકનો સામેથી આવી રહેલી ખાનગી બસ સાથે અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામમાં દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરી અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો અને રાજકોટના પોપટપરામાં રહેતો 22 વર્ષીય હરેન્દ્ર ઠાકુર નામનો યુવક પોતાની બાઈક લઇને સવારના સમયે કોઈ કામકાજ અર્થે મોરબી જઈ રહ્યો હતો. આ દરમિયાન કાગદળી ગામ પાસે રસ્તો બનાવવાનું કામ શરૂ હોવાના કારણે રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હરેન્દ્ર ડાયવર્ઝનમાં વાળા રસ્તા પર પોતાની બાઈક ચલાવતો હતો, તે સમયે અર્પિત કોલેજની પાસે સામેથી આવી રહેલી ખાનગી બસ સાથે હરેન્દ્રની બાઈકની જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકનું આગળનું વ્હીલ બસના ઘૂસી ગયું હતું અને હરેન્દ્ર બસની ટક્કરથી ફંગોળાઈને રસ્તા પર પડ્યો હતો.

આ ઘટનામાં હરેન્દ્રને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ લોકોએ પોલીસ અને 108ને કરતા બંને ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત થતા બસનો ડ્રાઈવર બસ રસ્તા પર મૂકીને પોલીસથી બચવા માટે ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરીને બસ ચાલકની શોધખોળ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp