સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો હોટેલમાં યુવતીએ બીભત્સ વીડિયો ઉતારી 50 લાખ માગ્યા

PC: youtube.com

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઘણી વાર મહિલાઓ મામલે વિવાદમાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સાધુ સ્વામી ગોપાલચરણ પ્રેમવતી નંદનદાસે માંગરોળ પોલીસ સ્ટેશનમાં તેમને યુવતીએ લલચાવી તેમનો બીભત્સ વીડિયો ઉતારીને લાખો રૂપિયાની ખંડણી માંગવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.

સ્વામી ગોપાલચરણ પ્રેમવતી નંદનદાસની ફરિયાદના આધારે માંગરોળ પોલીસે IPC 389, 120(બી) અને IT એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદમાં સ્વામી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં આવેલી હનીબની હોટેલમાં સોનલ વાઘેલા નામની મહિલા દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. વીડિયો ઉતારીને મહિલાએ અમદાવાદમાં રહેતા નિકુંજ પટેલ અને કેશોદના ચેતન નામના વ્યક્તિ સાથે સાથે શેર કર્યો હતો. વીડિયો શેર કર્યા પછી સ્વામી ગોપાલચરણ પ્રેમવતી નંદનદાસ પાસેથી આ ઇસમો દ્વારા 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ ઘટનામાં સ્વામી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમને ફોસલાવીને વીડિયો ઉતારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની પાસે મહિલાઓને જવાની અનુમતિ પણ આપવામાં આવતી નથી અને મહિલાઓ જે જગ્યા પર હોય ત્યાં સાધુઓ જતા પણ નથી. એવામાં સ્વામી ગોપાલચરણ પ્રેમવતી નંદનદાસ શા માટે હોટેલમાં મહિલા પાસે ગયા હતા, તે પણ એક પોલીસ માટે તપાસનો વિષય છે. આગામી દિવસોમાં પોલીસ તપાસ પછી જ સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp