સેક્સ દરમિયાન અચાનક એક્સ બોયફ્રેન્ડનું નામ બોલાઇ ગયું અને પછી....

PC: youtube.com

રેડિટ પર  એક મહિલાએ પોતાની આપવીતી લોકોને સંભળાવી છે અને લોકોની સલાહ પણ લીધી છે. 25 વર્ષીય જેન (બદલાયેલ નામ) એ કહ્યું કે કેવી રીતે તેના બોયફ્રેન્ડ સાથેની તેની એક ભૂલે તેના સંબંધોને જોખમમાં મૂકી દીધી છે. જેને કહ્યું કે તે છેલ્લા 6 મહિનાથી તેના બોયફ્રેન્ડ માઇક સાથે સંબંધમાં છે. બંને ફરતા અને સાથે મસ્તી કરતા. થોડા દિવસો પહેલા જેન અને માઇક એક કપલ ગેટવે પર વિકેન્ડની ઉજવણી કરવા ગયા હતા.

કપલે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જેન અને માઇક દિવસભર ફર્યા પછી રાત્રે તેમના રૂમમાં પાછા ફર્યા. જેને જણાવ્યું હતું કે તેણીએ આકસ્મિક રીતે રાત્રે શારીરિક સંબંધ બનાવતી વખતે તેના પૂર્વ બોયફ્રેન્ડ એડમનું નામ લીધું હતું. જેને લખ્યું, હું જાણું છું કે મેં એક મોટી ભૂલ કરી છે કારણ કે આ બંનેના નામ સંપૂર્ણપણે અલગ છે. મને ખબર નથી કે તે સમય દરમિયાન હું શું વિચારી રહી હતી. જેને લખ્યું કે, તે ખૂબ ખરાબ હતું કારણ કે મેં અને માઇકે ગયા અઠવાડિયે જ એડમ વિશે વાત કરી હતી.

જેને કહ્યું, માઇક એડમ કરતાં દેખાવમાં વધુ સારો છે અને તે બેડ પર એડમ કરતાં વધુ સારો હતો તેથી માઇક વિશે મને અસલામતીની લાગણી નહોતી. તેની જગ્યાએ એડમનું નામ સાંભળીને માઇક તરત જ ઓરડામાંથી બહાર નીકળી ગયો અને જેનને કહ્યું કે મને હમણાં થોડી સ્પેસની જરૂર છે. જેને કહ્યું, અમે કોઈ મોંઘી હોટલમાં બે રાત માટે ટિકિટ બુક કરાવી છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વિના માઇકે તરત જ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું.
 હું ખૂબ જ અસ્વસ્થ હતી. મેં તેને ગળે લગાવ્યો અને તેને પાછો લાવવાની કોશીશ કરી પણ તેણે મને પલંગ પર ધકેલી દીધી અને કહ્યું કે હું તેને એકલો છોડી દઉ.

જેને કહ્યું કે તે માઇકને મેસેજ કરીને સતત માફી માગી છે, પરંતુ તેની તરફથી કોઈ જવાબ આવી રહ્યો નથી. જેન કહે છે કે તે તેનાથી દૂર રહી શકીશ નહીં અને તેને ગુમાવવા માગતી નથી. જેનની પોસ્ટને સોશિયલ મીડિયા પર 15,000 થી વધુ લાઈક્સ મળી છે અને લગભગ 4000 લોકોએ તેના પર ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું, તમે જે કર્યું તે કોઈના આત્મગૌરવને નુકસાન પહોંચાડી શકે છે.

એવું પણ બની શકે કે તમારા બોયફ્રેન્ડને લાગે છે કે તમે તમારા એક્સને લઇને તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છો. બીજા એક યુઝરે લખ્યું, એવું બની શકે કે તમારા બોયફ્રેન્ડે વિચાર્યું હોય કે તમે આજ સુધી તમારા એક્સને ભૂલ્યા નથી. મોટાભાગના લોકોએ જેનને સલાહ આપી હતી કે તેણીએ તેના બોયફ્રેન્ડને સ્પેસ આપવી જોઈએ અને આ સિવાય તે બીજું કંઇ કરી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp