ઓક્સીટોસિન લવ હોર્મોનઃ આ રીતે રીલેશનશિપમાં મોટો ભાગ ભજવે છે

PC: vox-cdn.com

ઓક્સિટોસિન હાઈપોલેમસમાં પ્રોડ્યુસ થતું એક હોર્મોન છે. જે આપણા મગજમાં ન્યૂરોટ્રાંસમીટરનું કામ કરે છે. સ્ત્રીઓના શરીરમાં લેબર વખતે તે ખુબ અહમ ભાગ ભજવે છે. આ હોરમનને લવ હોર્મોન કહેવાય છે કારણકે છે સ્પર્શથી વધે છે. આ હોર્મોન રીલેશનશિપમાં મોટો ભાગ ભજવે છે.

આ રીતે તમે શરીરમાં ઓક્સિટોસિન લેવલ વધારી શકો

  1. સ્પર્શ દ્વારા

હગ, કિસ અને એકબીજાની નજીક આવવાથી ઓક્સિટોસિન લેવલ વધે છે. એક રીસર્ચ દ્વારા પુરૂષ ઓક્સિટોસિન પર કેવી રીતે રીએક્ટ કરે છે તેમાં જાણવા મળ્યું કે ઓક્સિટોસિનની અસર હેઠળ મગજના બે ભાગ રીવોર્ડ અને પ્લેઝર જાગ્યા જ્યારે તેમણે તેમના પાર્ટનરના ચેહરાને જોયા ત્યારે. પણ બીજી સ્ત્રીઓને જોવા પર તેમાં ઓપોઝિટ ઈફેક્ટ આવે. જેમાં પ્લેઝરને દબાવવામાં આવ્યું. જ્યારે આપણે પ્રેમ ભરી રીલેશનશિપમાં હોઈએ ત્યારે ઓક્સિટોસિન વધે છે. સ્પર્શથી તે વધુ ફાસ્ટ વધે છે.

  1. પ્રેરણા ભર્યા શબ્દો દ્વારા

જ્યારે આપણે આપણા વખાણ સાંભળીએ છીએ ત્યારે આપણે સારું ફીલ કરીએ છીએ. આપણે પ્રેમ અને માન અનુભવીએ છીએ. ઓક્સિટોસિન આ લેવલ પર પણ કામ કરે છે. આપણું ફીલ ગુડ હોર્મોન વધે છે જ્યારે કોઈ આપણી કેર કરે. જ્યારે આપણે કોઈની કેર કરીએ કે પછી કોઈના વખાણ કરીએ ત્યારે પણ આપણું ઓક્સિટોસિનનું લેવલ વધે છે.

  1. સાંભળવું

બધાને સમ્માન જોઈએ છીએ. આપણને બધાને જાણવું છે કે આપણને લોકો કેટલું સાંભળે છે અને સ્વીકારે છે. સાંભળવુંએ ઓક્સિટોસિન વધારવાનો એક ખુબ સારું માધ્યમ છે. જ્યારે તમે કોઈ બીજામાં હોવ ત્યારે તમને કનેક્શન ફીલ થાય છે. ધ્યાનથી સાંભળો. તમારો ફોન નીચે રાખો. લેપટોપ બંધ કરી દો. માત્ર એક બીજામાં ધ્યાન રાખો. તમને એવું લાગશે જાણે તમે કંઈક મેળવી લીધું હોય. જ્યારે આપણે સંગીત સાંભળીએ છીએ ત્યારે પણ થોડી માત્રમાં આ હોર્મોન છુટે છે.

  1. હસો

બાળકો કઈ રીતે રમે છે તેના પર ક્યારેય ધ્યાન આપ્યું છે? તેઓ ખુબ હસે છે. તેઓ જ્યારે પણ હસે છે ત્યારે ઓક્સિટોસિન છોડે છે. સ્મિત ફેલાય તેવું હોય છે. જ્યારે કોઈ તમારી સામે હસે ત્યારે તમે આપોઆપ હસીને તેને ગ્રીટ કરો છો. હસીથી ઘણા સાઈકોલોજીકલ ચેઈન્જીસ આવે છે. મોટા ભાગે તે અજાણ્યામાં થાય છે. ખુશ લોકો ખુશ મોમેન્ટ્સ માટે જીવે છે. માટે તેમનું ઓક્સિટોસિન લેવલ સતત વધે છે.

  1. ધ્યાન અને પૂજા કરો

જ્યારે તમારૂં મગજ અશાંત હોય ત્યારે તમારા હોર્મોન્સનું બેલેન્સ બરાબર હોય છે. જ્યારે આપણે ઝઘવાના મુડમાં ન હોઈએ ત્યારે આપણું ઓક્સિટોસિન લેવલ વધે છે. ધ્યાન અને પૂજા મગજમાંથી સ્ટ્રેસ દૂર કરે છે. તે બ્લડ પ્રેશર લો કરીને શરીરને બેલેન્સ્ડ રાખે છે. શરીર, મગજ અને સ્પીરીટ કનેક્ટ થાય છે. માટે તેના માટે દિવસમાં થોડો સમય ફાળવો. તમે ગમે તે જગ્યાએ 5 મીનીટ માટે પણ ધ્યાન કે પૂજા કરી શકો.

  1. કસરત કરો

કરસરત કરવાથી એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન રીલીઝ થાય છે. ઓક્સીજન મગજ અને બીજા શરીરના ભાગો સુધી જાય છે. કસરત ખાલી તમારા શરીરને ફિટ રાખવા માટે નથી. બ્રેઈન સુધી જતી હોર્મોન્સના લેવલમાં પણ વધારો થાય છે. તમારે જીમ જવાની જરૂર નથી. પણ તમારી ઘરની આસપાસ ચાલવા કે પછી  ઘરમાં જ યોગા કરવાથી પણ ફાયદો થાય છે.

  1. રડવાથી

રીસર્ચ મુજબ તમારી ફિલીન્ગને દબાવવાથી પણ ઓક્સિટોસિન લેવલ ઘટે છે. ફિલીન્ગને કંટ્રોલ કરવાથી તમારા મગજમાં સ્ટ્રેસ પેદા થાય છે અને શરીરમાં બીજા ફીઝીકલ પ્રોબલેમ્સ પણ આવે છે. આંસું છોડવાથી શરીર અને મગજ હલ્કું પડી જાય છે અને ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન દૂર થાય છે.

  1. આપવું

આપણે કંઈક આપીએ ત્યારે આપણે સારું ફીલ કરીએ છીએ. માટે ગીફ્ટ આપો, તમારો સમય આપો,કોઈનો આભાર માનો કે પછી ચેરીટી કરો. તમારી જાતને લોકો માટે આપો અને જોવો તમને કેવું ફીલ થાય છે. ઓક્સિટોસિન બીજા સાથે હળવા મળવાની ફિલીન્ગ આપે છે. આપવું એ હ્યુમન બોન્ડીંગની એક રીત છે. બીજાની મદદ કરવા એ ઓક્સિટોસિન વધારવાનો એક નેચરલ રસ્તો છે.

  1. ક્રીએટિવ બનો

ક્રીએટિવીટી મગજને સ્ટ્રેસ માંથી મુક્ત કરે છે. જયારે તમે કંઈક ક્રીએટિવ રહો છો ત્યારે તમે ડરતા નથી. જ્યારે તમે પેઈન્ટ કરો, લખો, ગાઓ, ઈન્સ્ટ્રુમેન્ટ વગાડો કે એવું કંઈ પણ કરો ત્યારે તમે તમારા હોર્મોનને સારી ફિલીન્ગ બાજુ લઈ જાવ છો. એન્ડોરફિન રીલીઝ થાય છે અને ઓક્સિટોસિન ચાર્જ થાય છે. તમારી ટેલેન્ટ માટે સમય કાઢવો એટલે તમારી ખુશી માટે સમય કાઢવો.

  1. પાળતુ પ્રાણી લાવો

જાનવરો આપણને એક રીતે રીલેક્સ કરે છે. તમે ઘરમાં આવો કે તરત તમારું ડોગ કે કેટ તમને વેલ્કમ કરવા દોડીને આવશે. બીજાને અડવાથી ઓક્સિટોસિન જે કામ કરે છે તે જ તમારા પાળતુ પ્રાણીને વ્હાલ કરવાથી કરશે. રીસર્ચ મુજબ તમારા પેટને ટચ કરવાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ઓક્સિટોસિન લેવલ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp