પરિણીત ભારતીયોએ 'દગાબાજી' વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

PC: zeenews.india.com

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતમાં પ્રેમની બદલાતી વ્યાખ્યા સામે આવી છે. રિસર્ચના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, હવે પરિણીત ભારતીયો લગ્નની ઉપરાંત બહારના ડેટિંગ તરફ આકર્ષાઈ રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડને તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતના પરિણીત લોકો વિશે આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે. ભારતમાં, લોકો હવે લગ્નની ઉપરાંત બહાર ડેટિંગ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, આવું એક અભ્યાસના પરિણામો દર્શાવે છે.

ગ્લીડેને લગ્ન, બેવફાઈ અને સાંસ્કૃતિક માપદંડો પ્રત્યે ભારતના બદલાતા વલણ પર અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં ટીયર 1 અને ટીયર 2 શહેરોના 25 થી 50 વર્ષની વચ્ચેના 1,503 પરિણીત ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અભ્યાસમાં સમાવિષ્ટ 60 ટકાથી વધુ લોકો ડેટિંગની બિન-પરંપરાગત પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા, જેમ કે સ્વિંગિંગ (જેમાં પાર્ટનર્સ મનોરંજન માટે અન્ય લોકો સાથે સબંધ બનાવે છે) સંશોધનના પરિણામોએ જણાવ્યું હતું કે, ભારતમાં ઓપન ડેટિંગ સંબંધો અને પરિસ્થિતિનું વલણ વધી રહ્યું છે.

ભારતમાં આવું થાય તે થોડું આશ્ચર્યજનક છે, કારણ કે ભારતીય સમાજમાં લગ્નનું અલગ મહત્વ છે. ભારતમાં લગ્નને જીવનસાથી પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે છે.

અભ્યાસમાં લગ્ન પછી દગાબાજીના વિવિધ સ્વરૂપોની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: પ્લેટોનિક ક્રિયાપ્રતિક્રિયાઓ (46 ટકા)-આ પ્રકારની બેવફાઈમાં લગ્નની બહારની અન્ય વ્યક્તિ સાથે માત્ર શારીરિક સંબંધો જ નહીં, પણ ભાવનાત્મક રીતે જોડાયાનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ લગ્નની ઉપરાંત અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય તો તેને બેવફાઈ ગણવામાં આવશે.

સંશોધન દર્શાવે છે, કે 46 ટકા પુરુષો આવા સંબંધોમાં આગળ વધવા માંગે છે, જેમાંથી સૌથી વધુ કોલકાતા (52 ટકા)ના લોકો જોવા મળે છે.

ડિજિટલ વિશ્વમાં, ઑનલાઇન ફ્લર્ટિંગ બેવફાઈનું એક સામાન્ય સ્વરૂપ બની ગયું છે. રિપોર્ટ દર્શાવે છે કે, 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ દ્વારા આકર્ષાય છે. કોચીના મહત્તમ (35 ટકા) લોકોએ તેમાં રસ દાખવ્યો હોવાનું જોવા મળ્યું હતું.

તે હવે સામાન્ય બની ગયું છે અને પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી. આંકડા દર્શાવે છે કે, 33 ટકા પુરુષો અને 35 ટકા સ્ત્રીઓ ખુલ્લેઆમ આવી કલ્પનાઓ કરતા હોવાનું સ્વીકાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp