અજય દેવગન અને કાજોલે લીધો અલગ રહેવાનો નિર્ણય, સંબંધ પર શું પડી શકે અસર

PC: wp.com

કાજોલ અને અજયે જે નિર્ણય લીધો છે તે ઘણા કપલ્સની જિંદગી પર ભારે પડી શકે છે. કારણકે અલગ રહીને સંબંધો નિભાવવા એ સૌ કોઈ કરી શકે નહીં.

અજય દેવગન અને કાજોલે તેમની પુત્રી માટે થોડા મહિના સુધી અલગ રહેવાનો નિર્ણય લીધો છે. તેમની પુત્રી ન્યાસા દેવગન સિંગાપોરમાં અભ્યાસ કરે છે. પરંતુ કોવિડ -19ને કારણે દેશ વિદેશમાં ચાલી રહેલા સંજોગોને કારણે તે ભારત ન આવી શકી. એવામાં કાજોલે તેની પુત્રી પાસે રહેવાનું અને અજયે મુંબઇમાં રહીને પુત્ર યુગ સાથે રહી તેની સાર સંભાળ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ દરેક કપલ્સ માટે આ પ્રકારનો નિર્ણય લેવો તે સરળ નથી હોતું, કારણ કે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. હવે આ નિર્ણયની અસર કપલ્સ પર શું થઇ શકે તે અંગે વાત કરીએ.

એક્સપર્ટનું માનીએ તો અંતરના કારણે કપલ્સમાં એક પ્રકારની એન્ઝાઈટી જન્મ લઈ લે છે જે પોતાના સાથી કે પરિવારના મુખ્ય પ્રસંગોનો ભાગ ન બનવાના કારણે ઉત્પન્ન થતી હોય છે. આ બાબતમાં સોશિયલ મીડિયા પણ મોટો ભાગ ભજવે છે.

ઉદાહરણ તરીકે વ્યક્તિ પોતાના પરિવારથી દૂર રહીને પોતાની પત્ની અને બાળકોના બર્થડેની તસવીરો શેર કરે તો તેને જોઈને એક અલગ પ્રકારની એન્ઝાઈટી અને સેડનેસ ઉદભવે છે. થોડા દિવસો સુધી તો વ્યક્તિ પોતાના સાથીની કમી સહન કરી લે છે. પરંતુ પછીથી તેને તેના સાથીની ખૂબ યાદ આવવા લાગે છે. અને આ કારણે તેની ઈમોશનલ હેલ્થ પર અસર પડે છે.

દૂર રહેવાના કારણે સૌથી વધારે અસર કમ્યુનિકેશન પર પડે છે. આના કારણે કપલ્સ વચ્ચે ગેરસમજણો ઉભી થવા લાગે છે. કપલ્સ જ્યારે સાથે રહેતા હોય ત્યારે લગભગ બધી વાતો શેર કરતા હોય છે. જેના કારણે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજણ હોતી નથી.

આની સામે લોન્ગ ડિસ્ટન્સમાં કમ્યુનિકેશનની ખૂબ કમી હોવાના કારણે ગેરસમજણો ઉભી થવા લાગે છે. ઉદાહરણ તરીકે જો સાથી બીઝી હોય તો તે વાત ન કરી શકે તો બીજી વ્યક્તિને લાગે કે તેને ઇગ્નોર કરવામાં આવે છે. આવી બાબતો ઝઘડાઓને જન્મ આપે છે.

ઘણી વાર કામના કારણે વર્ષો સુધી કપલ્સને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ નિભાવવી પડે છે. જેના કારણે તે વ્યક્તિનું બહાર એક ફ્રેન્ડ સર્કલ બની જાય છે. જેથી તે તેમની સાથે વધારે ઇન્વોલ્વ થવા લાગે છે. તેથી કપલ્સ પોતાના પાર્ટનરને ટાઈમ ન આપી શકે અને બીજા સાથે વધારે સમય વિતાવવાના કારણે ધીમે ધીમે ઈનસિક્યોરિટીની ભાવના પેદા થવા લાગે છે. આ કારણે મનમાં જલન વધવામાં સમય નથી લાગતો.

કપલને ભલે આ વાતની ખબર હોય કે ન હોય પરંતુ સાથે રહેવાના કારણે તેમની જિંદગીની બધી જ વસ્તુઓ એક બીજા સાથે જોડાઈ જાય છે. એવામાં તેમને લોન્ગ ડિસ્ટન્સમાં રહેવું પડે છે. તો તેમને જીવનમાં ખાલીપણું મહેસુસ થવા લાગે છે, જેના કારણે તે એકલતા અનુભવવા લાગે છે. તે ભલેને ગમે તેટલા લોકો સાથે રહે પણ સાથીનું પાસે ન હોવાનું એકલાપણુ કોઈ દૂર કરી શકતું નથી.

લોન્ગ ડિસ્ટન્સ કપલ્સ માટે સ્ટ્રેસ લઈને જ આવે છે. એકલા બધું સંભાળવું, વાત કરવા માટેનો સમય ન કાઢી શકવું, પાર્ટનરની હેલ્થને લઈને સતત ચિંતા કરતા રહેવું, કામનું ટેન્શન જેવી ઘણી વસ્તુઓના કારણે વ્યક્તિ તણાવમાં આવી જાય છે. આ વાતની અસર તેના સ્વાસ્થ્ય સાથે સંબંધ પર પણ પડે છે. પછી તેમાંથી બહાર નીકળવા માટે કાઉન્સેલરની મદદ લેવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp