કામના થાકને લીધે હું રાત્રે સૂઈ જ જાવ છું પત્નીને શરીરસુખ નથી આપી શકતો

PC: khabarchhe.com

પ્રશ્ન: મને ઓફિસે રાત્રે દસ વાગી જાય છે. બિઝનેસને કારણે હું ઘરે આવું પછી પણ કલાકેક મુલાકાતીઓને મળવામાં તથા ફોનો કરવામાં વીતે છે. જમી-પરવારીને પથારીમાં પડતાં એક વાગી જાય છે. તે વખતે સેક્સની ઝાઝી ઈચ્છા થતી નથી. ક્યારેક થાય છે તો શરીર સાથ આપતું નથી. આખા દિવસના થાકને લીધે હું લગભગ તરત જ ઊંઘી જાઉં છું. આને કારણે મારી પત્ની હતાશ થઈ જાય છે. શું કરવું?

ઉત્તર: તમારી કાર્યપ્રણાલીમાં અને જીવનરીતમાં તમે ફરક પાડી શકો તો ઉત્તમ, પરંતુ એમ ન થઈ શકે તો ય અન્ય કેટલાક રસ્તાઓ વિચારી શકાય. તમે સેક્સ રાત્રે પથારીમાં પડતી વખતે જ માણો એવું બિલકુલ જરૂરી નથી. આ એક રૂઢિગત વ્યવસ્થા છે, નિયમ નથી. તમે જણાવ્યા મુજબ સવારે તમારી પાસે ફ્રી સમય હોય છે. જો પત્નીને અનુકૂળ હોય તો કામપ્રવુત્તિ માટે સવાર સ્પેર કરી શકાય. હકીકતમાં ઘણા પુરુષો મળસ્કે અથવા વહેલી સવારે ઉત્કટ કામાવેગો તથા પ્રબળ ઇન્દ્રિયોત્થાનની અનુભૂતિ કરે છે. રાત્રિના આરામ પછી શરીર, મન પણ ફ્રેશ, સ્વસ્થ અને ચેતનવંતા હોય છે. જાતીય અંત:સ્રાવો (હોર્મોન્સ) પણ સવારના પહોરમાં વધુ માત્રામાં સ્રવે છે.

વાસ્તવમાં આ પ્રશ્ન ઘણાં લોકોએ ફેઈસ કરવાનો આવે છે. ધંધાકીય તાણ, સમયનો અભાવ, પુષ્કળ શારીરિક-માનસિક શ્રમને કારણે લાગતો થાક વગેરેને કારણે રાત્રે સૂતી વખતે સેક્સ અથવા તેની માગણી કેટલાકને બોજારુપ જણાતી હોય છે.

જો રાત્રે હળવું સ્નાન કરવું, ફરવા જવું, સંગીત વગેરે દ્વારા રિલેક્સ થવું, ધંધાકીય પ્રવૃત્તિમાં સહેજ કાપ મૂકવો વગેરે કરી શકાય તો આ પ્રશ્નને હળવો જરૂરી બનાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp