શું તમે મોર્નિંગ સેક્સના આ ફાયદાઓ વિશે જાણો છો?

PC: mujerhoy.com

આખો દિવસ તમને કામ કરવાની અનર્જી મળે, તમારી પ્રોડક્ટિવિટી વધે તેને માટે તમે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરો છો? 1 કપ ગરમ ચા કે કોફી પીઓ છો, પરંતુ ચા કે કોફી કરતા વધુ પ્રભાવી એક વસ્તુ છે જે તમારા સ્ટ્રેસને દૂર કરવાની સાથોસાથે દિવસ દરમિયાન તમારી પ્રોડક્ટિવિટીને ટકાવી રાખવામાં મદદ કરી શકે અને તે છે- મોર્નિંગ સેક્સ. રાત્રે પૂરતી ઊંઘ લીધા બાદ સવારમાં તમારી બોડી વર્કઆઉટ માટે તૈયાર રહે છે અને સેક્સ કરતા વધુ સારું વર્કઆઉટ બીજું શું હોઈ શકે. તો તમે પણ જાણી લો મોર્નિંગ સેક્સના આ 5 ફાયદાઓ વિશે...

રાતની જગ્યાએ સવારે સેક્સ કરવાને કારણે ફીલ-ગુડ કેમિકલ જેને લવ ડ્રગ પણ કહે છે, તે ઓક્સિટોસિન રીલિઝ થાય છે, જેને કારણે કપલ્સની વચ્ચે દિવસ દરમિયાન સારું બોન્ડિંગ બની રહે છે.

એક અઠવાડિયામાં 3વાર મોર્નિંગ સેક્સ કરવાથી તમારું હૃદય હેલ્ધી રહેશે. તેની પાછળનું કારણ એ છે કે, મોર્નિંગ સેક્સથી બ્લડ સર્ક્યુલેશન વધુ સારી રીતે થાય છે, જેને કારણે બ્લડ પ્રેશર ઓછું રહે છે, હાર્ટ પર પ્રેશર ઓછું આવે છે, જે તમારા હાર્ટને હેલ્ધી રાખે છે.

સાથે જ મોર્નિંગ સેક્સ તમારી માઈગ્રેનની સમસ્યાને ઓછી કરવામાં પણ મદદ કરે છે.

મોર્નિંગ સેક્સ સારું સ્ટ્રેસ બસ્ટર છે અને સવારના સમયે સેક્સ કરવાથી દિવસ દરમિયાન તમારો મૂડ પણ સારો રહે છે. જેને કારણે તમારી પ્રોડક્ટિવિટી પણ વધે છે.

નિયમિતરીતે મોર્નિંગ સેક્સ કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રોંગ બનશે અને તે તમને વિવિધ સામાન્ય બીમારીઓ જેવી કે, શરદી, તાવ, ખાંસી વગેરેથી દૂર રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp