વડોદરામાં ભાજપ શાસકોએ માનીતા બિલ્ડરને ફાયદો કરાવવા વિશ્વામિત્રી નદી પણ વેચી દીધી

PC: Khabarchhe.com

વડોદરાની વિશ્વામિત્રી નદીને પણ ભાજપના શાસકોએ છોડી નથી. આ નદીમાં ગેરકાયદે દબાણ ઉભું કરી દીધું છે. રાજ્યમાં જમીનો વેચવા માટે ટેવાયેલા શાસકોએ નદીની જમીનમાં પણ સોદા કર્યા છે જેની ઉંડાણથી તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કાઉન્સિલર અમી રાવત અને નરેન્દ્ર રાવતે વિશ્વામિત્રીમાં દબાણ બાબતના પુરાવા એકત્ર કરી તપાસ કરવાની માગણી કરી છે. વિશ્વામિત્રી નદીની અંદર 33 મીટર સરકારી જમીનમાં ગેરકાયદેસર પુરાણ કરી દીવાલ બાંધી ઑફિસ,રહેઠાણ,ગેસ્ટહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નદીમાં કુલ બે લાખ ચોરસફુટનું દબાણ છે જેના કારણે સમાં, મોટનાથ અને કારેલીબાગ વિસ્તારો પૂરના કારણે ડૂબમાં ગયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સિંચાઇ વિભાગના 18મી જાન્યુઆરી 2016ના પત્ર પ્રમાણે કોર્પોરેશન અને કમિશનરના એજન્ટ અગોરા બિલ્ડરે બતાવેલા પત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલા દાવાઓ સંપૂર્ણ ખોટા સાબિત થયાં છે અને લખ્યું છે કે વિશ્વામિત્રી નદીને ડાયવરજન આપ્યું હોવાથી આપના સર્વે નંબર 39 પૈકી 40.41ની બાજુમાં જૂની નદી હતી તે જમીન સરકાર હસ્તક છે.

આ કોર્પોરેટરોએ લખ્યું છે કે આ લખાણ સ્પષ્ટ બતાવે છે કે અગોરા બિલ્ડરે 33 મીટર અંદર જૂની નદીમાં આવેલી સરકારી જમીનમાં દબાણ કરી દીવાલ સાથે અન્ય બાંધકામ કર્યું છે જે ગેરકાયદે છે. અમે સિંચાઇ વિભાગના અને કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરોએ આપેલા પુરાવાના આધારે નદીમાં સરકારી જમીન પર દિવાલ બાંધી દેવામાં આવી છે તે અયોગ્ય છે. અમારી માગણી છે કે નદીની બે લાખ ફુટ જમીનમાં આપવામાં આવેલી બાંધકામ પરમીશનનો પત્ર જાહેર કરવો જોઇએ.

સરકારી કાયદા પ્રાણે સત્તાવાર જૂની નદી હોય કે નવી નદીનો પટ હોય તે જમીન પર સરકારનો અધિકાર હોય છે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો પણ છે કે નદીની પટવાળી જમીન સરકાર કોઇને પણ ક્યારેય આપી શકે નહીં. જો કોર્પોરેશને પરમીશન આપી હોય તો તેને રદ્દ કરવી જોઇએ, એટલું જ નહીં સરકારી જમીનમાં બાંધકામ કરવા સામે ફોજદારી કેસ કરી આરોપીને સજા કરવી જોઇએ.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp