દિલ્હી હિંસા પર PM નરેન્દ્ર મોદીએ કરી બે ટ્વીટ, જુઓ શું કહ્યું

PC: pib.gov.in

દિલ્હીમાં બે દિવસથી ચાલી રહેલી હિંસા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અંગે ટ્વીટર દ્વારા બોલ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, દિલ્હીના વિવિધ હિસ્સામાં સ્થિતિ પર વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે જમીન પર કામ કરી રહી છે. શાંતિ અને સદભાવની કોશિશ ચાલુ છે. હું દિલ્હીની મારી બહેનો અને ભાઇઓને શાંતિ અને ભાઈચારો બનાવી રાખવાની અપીલ કરું છું. આ મહત્ત્વપૂર્ણ છે કે શાંત થાય અને સામાન્ય સ્થિતિ જેમ બને તેમ જલદી બહાલ થાય.

અમિત શાહે રતનલાલની પત્નીને પત્ર લખ્યો...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પત્નીને મંગળવારે પત્ર લખીને શોક સંદેશ મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, આખો દેશ આ દુઃખના સમયમાં બહાદુર પોલીસકર્મીના પરિવારના સાથે છે. રતન લાલની પત્ની પૂનમ દેવીને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું કે, તેમણે કર્તવ્ય નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું, તમારા બહાદુર પતિ સમર્પિત પોલીસકર્મી હતા, જેમણે મુશ્કેલ પડકારોનો સામનો કર્યો. સાચા સિપાહીની જેમ તેમણે આ દેશની સેવા માટે સર્વોચ્ચ કુરબાની આપી. હું ઈશ્વર પાસે તમને આ દુઃખ અને અસમય ક્ષતિને સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરું છું. અમિત શાહે કહ્યું કે, આ દુઃખના સમયમાં આખો દેશ તમારા પરિવારની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp