ભાજપના કોર્પોરેટર અમીત શાહને બદનામ કરવા ઘડાયું કાવતરૂં, જુઓ વીડિયો

(પ્રશાંત દયાળ). ભાજપમાં ખરેખર પાયાના કાર્યકર હોય તેવા કાર્યક્રરોની સંખ્યા બહુ ઓછી રહી છે. જયારે ભાજપની કોઈ છીંકણી લેવા તૈયાર ન્હોતુ ત્યારે બહુ ઓછા કાર્યકરો હતા. તેમને કયારેય કલ્પના પણ ન્હોતી કે ભાજપ સત્તા સ્થાને આવશે. આ સમયમાં પોલીસની લાઠીઓ ખાનાર પૈકીના એક અમદાવાદના વાસણા વોર્ડના કોર્પોરેટર અમિત શાહ છે. હાલમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા પણ છે.પોતાની અડધી જીંદગી કોર્પોરેટર તરીકે કામ કરનાર અમીત શાહ ખરેખર લોકોની વચ્ચે કામ કરનાર નેતા રહ્યા છે. પણ હવે ચૂંટણીની મોસમ આવી છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી છે ત્યારે એક બીજાને માત આપવા વિવિધ પેંંતરા રચવામાં આવે છે. જેનો એક વીડિયો જાહેર થયો છે.

શનિવારે સવારે એક વીડિયો સોશીયલ મીડિયામાં ફરવા લાગે છે. જેની ઉપર લખાણ છે કે જુઓ ભાજપના કોર્પોરેટર અમિત શાહ અને તેમનો દીકરો સન્ની શાહ કેવી દાદાગીરી કરે છે. આ વીડિયો પ્રમાણે કેટલાંક લોકો અમિત શાહના ઘરે આવે છે. વિજળીના ભાવ વધારા અંંગે રજુઆત કરે છે. રજુઆત કરનારની વાત સાંભળતા જ અમિત શાહ કહે છે કે ટોરેન્ટ વિજ કંપની ખાનગી છે. તેમાં તે કઈ મદદ કરી શકે નહીં.આ મુદ્દે અમિત શાહ અને રજુઆત કરનાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. અમીત શાહનો અવાજ ઉચો થાય છે.

આ દરમિયાન અમિત શાહનો દીકરો સન્ની વચ્ચે દાખલ થાય છે.  તે પણ ઉંચા અવાજે વાત શરૂ કરે છે. આ વીડિયો અને તેનું લખાણ જોતા એવુ જ લાગે કે અમિત શાહ અને સન્ની લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે. પણ આ મામલે તપાસ કરતા બીજી બાજુ બહાર આવે છે. ખરેખર રજુઆત કરનાર લોકો અમિત શાહના કંપાઉન્ડમાં દાખલ થતાં જ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ શરૂ કરે છે. આમ પુર્વયોજીત ઘટના હતી તે સ્પષ્ટ થાય છે.રજુઆત કરનારની અપેક્ષા હતી કે તેમની રજુઆત સાંભળી અમિત શાહ કેવો વ્યવહાર કરશે.એટલે બધુ જ યોજના પ્રમાણે હતું

બીજી બાબત જાણવા મળી કે રજુઆત કરનાર કોઈ વેપારી ન્હોતા. તેઓએ પણ એક નવી રાજકીય પાર્ટી શરૂ કરી છે. હવે કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ વાસણામાંથી અમિત શાહ સામે ઉમેદવારી કરવાના છે. આ ચૂંટણી વખતે આ વીડિયોનો ઉપયોગ થઈ શકે તેવો ઈરાદો હોવાનું પણ લાગી રહ્યુ છે.

વીડિયોમાં જોઈએ તો અમિત શાહ રજુઆત કરનારને જોતા ગુસ્સે થઈ જાય છે. તો આવુ કેમ બન્યુ. રજુઆત કરવા આવનાર ફોન દ્વારા આગોતરી જાણકારી આપે છે કે ટોરેન્ટ પાવર મુદ્દે તેઓ વાત કરવા માગે છે. ત્યારે અમીત શાહ સમજાવે છે કે ટોરેન્ટ ખાનગી કંપની છે. તે સરકારનો વિષય નથી છતાંં રજુઆત કરનાર અમિત શાહના ઘરે પહોંચે એટલે અમિત શાહ ગુસ્સે થશે તેવું રજુઆત કરનાર જાણતા હતા. એટલે પહેલાથી રેકોર્ડીગ શરૂ કરવામાં આવે છે.
આમ આખો દિવસ સોશિયલ મીડિયામાં આ વીડિયો ફરતો રહ્યો. પણ તેની વાસ્તવિકતા જુદી છે.

અત્રે ઉલ્લેખીય છે કે રાજકીય ગોડ ફાધર વગર અમીત શાહને બે વખત ભાજપે વિધાનસભાની ટીકીટ આપવાની જાહેરાત કરી. છેલ્લી ઘડીએ તેમના નામ પડતું મુકવામાં આવ્યુ હતુ. આ ઉપરાત તેમના કરતા જુનિયર નેતાઓ આગળની હરોળમાં બેઠા છે. જો કે રાજકારણમાં આ નવુ નથી. બધા જ પક્ષોમાં આવુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp