આ મુખ્યમંત્રીનો દાવો PM મોદી અને અમિત શાહ વચ્ચે મતભેદ

PC: khabar.ndtv.com

નાગરિકતા સંશોધન કાયદા અને NRCને લઈને થઈ રહેલા વિરોધ અને આક્ષેપબાજી વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, NRCને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મતભેદ છે. જેની વચ્ચે દેશ પીસાઈ રહ્યો છે. રાયપુરના એક સ્ટેડિયમમાં એક કાર્યક્રમને સંબધોન કરતા તેમણે આ વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઉમેર્યું હતું કે, અમિત શાહ કહે છે કે, NRC લાગુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, NRC લાગું નહીં થાય. પ્રશ્ન એ થાય છે કે, સાચું કોણ બોલે છે અને ખોટું કોણ બોલી રહ્યું છે? વડાપ્રધાન કહે છે તે પોતે સાચા છે અને ગૃહમંત્રી કહે છે તે સાચા છે.

મુખ્યમંત્રી બઘેલે દાવો કર્યો હતો કે, બંન વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશ પીસાઈ રહ્યો છે. આવા માહોલ વચ્ચે સચેત રહેવાની જરૂર છે. આજે દેશમાં મોંઘવારી પ્રવર્તી રહી છે. વ્યાપાર ધંધામાં મંદી ચાલી રહી છે. બેરોજગારી વધી છે. પણ તેની કોઈ ચર્ચા થતી નથી. ચર્ચા નાગરિકતાની થઈ રહી છે. તમે ભારતના નાગરિક છો આ પ્રશ્ન જ તમારા માટે અપમાન જનક છે. તે પૂછે છે કે, તમારા માતા-પિતાનો જન્મ ક્યારે થયો છે. હવે દેશમાંથી કેટલાક લોકો કહી શકે છે કે, તેમના માતા-પિતાનો જન્મ ક્યારે થયો છે? છત્તીસગઢમાં મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

તેમના પાસે કોઈ જમીન નથી અને માતા-પિતા અભણ છે. જ્યાં માતા-પિતા જ શાળાએ ગયા નથી ત્યાં તે પ્રમાણિત કેવી રીતે કરશે. અસમમાં NRC લાગું થયું અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યાં કેટલાય મોટા નેતાઓના નામ એ યાદીમાં નથી. ભારતીય જનતા પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેથી સાવચેતી રાખવાની જરૂર છે. હવે પુલવામા ઘટના પાછળ કોણ જવાબદાર છે. એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. છેલ્લા એક મહિનાથી નાગરિકતા સંશોધન કાયદા અને NRCને લઈને રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યમાં વિરોધ વંટોળ હજું સુધી યથાવત રહ્યો છે. જેને લઈને અનેક રાજ્યએ મોદી સરકાર સામે પ્રશ્નો ઊઠાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp