એક સભામાં અલ્પેશ ઠાકોરે કર્યું એવું કામ કે, લોકોએ ઉડાવી તેની મજાક

PC: cdn.dnaindia.com

ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર આગામી 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ, કોંગ્રસ સહિતની રાજકીય પાર્ટીઓએ કવાયત શરૂ કરી દીધી છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અલ્પેશ ઠાકોર માટે ઘણી જનસભાઓ કરવામાં પણ કરવામાં આવી રહી છે, પરંતુ એક જનસભા સમયે અલ્પેશ ઠાકોરે કંઈક એવું કર્યું કે, લોકોએ અલ્પેશ ઠાકોરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા અને અલ્પેશની મજાક ઉડાવી હતી.

એક રિપોર્ટ અનુસાર, અલ્પેશ ઠાકોરના ચૂંટણી પ્રચારને લઇ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અલ્પેશ ઠાકોર સહિત ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સભા શરૂ થયાના થોડી જ વારમાં અલ્પેશ ઠાકોર સભામાં સુઈ ગયા હતા. જે સમયે અલ્પેશ ઠાકોર સભામાં સુતા ત્યારે કેટલાક લોકોએ અલ્પેશ ઠાકોરના ફોટાઓ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ફોટાઓ વાયરલ થતા લોકોએ અલ્પેશ ઠાકોરના ફોટા પર અલગ અલગ પ્રકારની હાસ્યસ્પદ કોમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. અલ્પેશ સામે કોંગ્રેસમાંથી ઉભા રહેલા રઘુ દેસાઈને ઠાકોરને સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું છે. તો બીજી તરફ NCPના ઉમેદવારને જીતાડવા માટે રેશમા પટેલ પણ રાધનપુરના પ્રચાર કરતા સમયે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કરી રહી છે. આ પરિસ્થિતિમાં પણ અલ્પેશ ઠાકોર રાધનપુરમાં કમળ ખીલવવાની વાત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp