LRD મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

PC: bbci.co.uk

LRDની પરીક્ષામાં બિનઅનામતના પરિપત્રને લઇને ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો, ભાજપના સાંસદો અને ભાજપના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને SC/ST અને OBC સમાજના ઉમેદવારોને ન્યાય આપવાની માંગણી કરી હતી.

અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પત્ર ગેરબંધારણીય અને સંવિધાનની વિરુદ્ધમાં છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે, જવાબદારીઓમાંથી ન છટકવું જોઈએ તો નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરું છું કે, સાહેબ સરકારની પણ જવાબદારી છે કે, આજે SC/ST અને OBC વર્ગ, તેના વિદ્યાર્થીઓ, વાલીઓ ક્યાંક ડર અને અસલામતતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે, અમારી સંવિધાનિક અનામત મળી છે તેનું હનન થઇ રહ્યું છે.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બીજી બાજુ એવું નથી કે, 40% વાળાને પણ જોબ આપવી જોઈએ જેનું 75% મેરીટ છે અનામત અને બિનઅનામતમાં તેમાં સૌથી ઉંચુ મેરીટ છે તેવા લોકોને પહેલી પ્રાવધાન મળવું જોઈએ. નિયમ બહાર જવાનું અમે કેહતા જ નથી. બીજી બાજુ ઓપન કેટેગના દીકરા દીકરીઓનું 60% મેરીટ છે અને અનામતના દીકરા દીકરીઓનું 75% મેરીટ છે. આ પ્રકારનું એકઝામ્પલ સાથેનો દાખલો આપું તો 75 મેરીટવાળાને ફસ્ટ પ્રાયોરીટી હોવી જોઈએ પણ આજે 60% વાળાને પહેલી પ્રાયોરીટી છે 75% વાળાને કહેવામાં આવ્યું છે કે, તમારે 49% અનામતના દાયરામાં સીમિત રહેવું. તો આ એક રીતે ગેરસમજ ફેલાવનારૂ, ગરીબો, પછાતો અને વિકાસથી વંચિત છે, જેનું શૈક્ષિણ સ્તર કથળેલું છે, જે લોકો પોતાના અધિકારને લઇને આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવા લોકોના અધિકારનું હનન થતું દેખાઈ રહ્યું છે ત્યારે હું સરકારને નમ્ર ભાવે અપીલ કરું છું કે, SC/ST અને OBCનો અસલામતનો ભાવ અને અન્યાયના ભાવને સમજીને આવા ગેરબંધારણીય ઠરાવને રદ્દ કરવામાં આવે.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, સંવિધાનિક અધિકારોનું હનન થયું હોઈ ત્યારે મૌખિક અને પત્ર વ્યવહાર દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે. હું બંને પ્રકારે રજૂઆત કરી આવ્યો છું. હું આંદોલનકારી બહેનોની સાથે બેસીને આવ્યો છે. એમને કહ્યું છે કે, સાહેબને સમજવાની જરૂર છે કારણે કે, સાહેબ વિદ્વાન છે, સાહેબને સરકારમાં ખૂબ અનુભવ છે. આમ જોવા જઈએ તો આ ગેરબંધારણીય ઠરાવ છે. આમાં કોઈના અધિકારો છીનવવાની વાત નથી પણ મેરીટમાં જેમનું સૌથી વધારે મેરીટ આવ્યું છે, તેવા વિદ્યાર્થીઓનું ફસ્ટ પ્રાયોરીટીમાં સિલેકશન થાય અને બાકીના 49% અનામત મળેલી છે, તેવા બાળકોને ન્યાય આપવામાં આવે.

LRD ભરતી મામલે અને ધારાસભ્યોએ કરેલી રજૂઆત મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ પ્રશ્નને લઇને સંબંધિત સમાજોની સાથે અને આંદોલનકર્તાઓની સાથે વાટાઘાટ કરી રહ્યા છે. પ્રદિપસિંહ તરફથી રબારી સમાજના આગેવાનોને કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટનો જ્યાં સુધી ચૂકાદો આવે ત્યાં સુધી તમે રાહ જૂઓ. હાઈકોર્ટ જે ચૂકાદો આપે તે પરથી રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી ચોક્કસથી કરશે.'

તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'સ્વાભાવિક છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જે પોતે નિષ્ણાંત વકીલ પણ છે. એમની પાસે સારા ધારાશાસ્ત્રીઓ પણ છે બધી જ માહિતી અને એ બધા પણ કાયદો સમજે છે કે, ક્યા કેટલી થઇ શકે અને ક્યાં કેટલી ન થઇ શક, કયો વર્ગ ક્યાં પરીપત્રનો લાભ મેળવી શકે અને કયો વર્ગ પરીપત્રનો લાભ ન મેળવી શકે. આ બધું જાણતા છતાં પણ કોંગ્રેસવાળા બંને બાજુ જૂદી-જૂદી રીતે ઉશ્કેરણી કરતા હોય તેવું દેખાઈ આવે છે.

એક સમાજને એમ કહે છે કે, તમે માંગણી કરો અને એક સમાજને એમ કહે કે તમે વિરોધ કરો. જે રીતે પાટીદાર આંદોલન વખતે બંને સમાજોમાં અનામત માંગવાવાળાને અને અનામતનો વિરોધ કરવાવાળાને બંને બાજૂ કોંગ્રેસવાળા ઉશ્કેરણી કરતા હતા, તે પ્રમાણે અત્યારે સીધા નહીં તો આડકરતી રીતે કોંગ્રેસના ધારાસભ્યો સંસદ સભ્યો જૂદી-જૂદી રીતે સાચું સમજાવવાના બદલે અથવા મુખ્યમંત્રી પાસે આવીને કાયદાકીય ચર્ચા વિચારણા કરવાના બદલે મેદાનોમાં જઈને, પબ્લિકની વચ્ચે જઈને ઉશ્કેરણી કરે છે.

ખરેખર કોઈ પણને સાચી હકીકત જાણવી હોય કાયદાકીય દલીલ કરવી હોય તો મુખ્યમંત્રી સાથે, કાયદામંત્રી સાથે અથવા સંબંધિત અધિકારીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્યો કે, સંસદ સભ્યો છે તે નિવેદનો કરી રહ્યા છે તેમને ચર્ચા કરવી જોઈએ. આમ ચર્ચા વિચારણા દ્વારા આ પ્રશ્નનનું નિરાકણ કરવું જોઈએ. પણ એક તરફી નિવેદન કરવાથી ગુજરાતમાં અશાંતિ થાય તે કેટલાક કોંગ્રેસવાળા ધારાસભ્યો મીડિયામાં અમે જોઈએ રહ્યા છે તેમાં અમને દેખાઈ રહ્યું છે.'

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'કેટલાક લોકો પોતાની જવાબદારી ઓછી કરવા માટે મેં તો ભલામણ કરી દીધી અને હવે મારે કઈ કરવાનું રહેતું નથી તેમ કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતા હોય તેવું દેખાય છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp