આ યુનિવર્સિટી કબરમાં સૂવડાવી સ્ટુડન્ટ્સની ટેન્શન દૂર કરે છે, લાંબી વેઇટિંગ

PC: metro.co.uk

આજના સમયમાં ટેન્શનમાં હોવું સ્વાભાવિક છે. તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓમાં તાણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે તેઓ આત્મહત્યા જેવા ગંભીર પગલા ઉઠાવે છે. આજ કારણ છે કે, તાણ દૂર કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ જુદા જુદા રીતના ઉપાયો શોધતી રહે છે. નેધરલેન્ડના નિજમેજેન શહેરની રાડબાઉડ યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું ચેન્શન દૂર કરવા માટે નોખો ઉપાય લાવી છે, જે હાલમાં ચર્ચાનો વિષય બની રહી છે.

આ કોઈ રિસર્ચ કરીને શોધવામાં આવેલ ફોર્મ્યૂલા નથી, પણ વિદ્યાર્થીઓના અનુભવને આધારે લોકપ્રિય થયેલો ઉપાય છે. આ બાબતે જે કોઈ પણ સાંભળી રહ્યા છે, તેઓ ચોંકી રહ્યા છે. આ યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓને કબરમાં પ્રાણાયમ કરાવે છે. જેના દ્વારા પરીક્ષાલક્ષી ટેન્શન દૂર થાય છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, યુનિવર્સિટીનો આ પ્રોગ્રામ ખાસ્સો લોકપ્રિય બની ગયો છે.

એટલું જ નહિ, આ ઉપાય દ્વારા ટેન્શન દૂર કરનારા વિદ્યાર્થીઓની વેઇટિંગ લિસ્ટ પણ ઘણી લાંબી છે. કબરમાં પ્રાણાયમ અને યોગા માટે કંબલ અને ચટાઈ વ્યવસ્થા પણ છે. જેને 30 મિનિટ અને 3 કલાક માટે બુક કરાવી શકાય છે.

દક્ષિણ કોરિયામાં પણ આ જ રીતનું એક ચલણ પ્રચલિત થઈ રહ્યું છે. અહીં લોકો જીવતા રહીને કબરમાં સૂઈ રહ્યા છે. ત્યાંનું હ્યોવોમ હીલિંગ સેન્ટર આ સેવા પ્રદાન કરી રહ્યું છે. જેનો હેતુ લોકોને મોતનો અનુભવ કરાવવાનો છે.

અત્યાર સુધીમાં આ પ્રોગ્રામમાં 25 હજાર લોકો ભાગ લઈ ચૂક્યા છે. આ પ્રોગ્રામનો માત્ર એ હેતુ છે કે, લોકો કબરમાં સૂઈને મોતનો અનુભવ કરી શકે અને જીવન શું છે તે સમજી શકે. આ પ્રોગ્રામમાં ભાગ લેનારા 75 વર્ષના વ્યક્તિએ કહ્યું કે, એકવાર જ્યારે તમે મોતનો અનુભવ કરી લો છો, તો તમારો જીવન પ્રત્યેની વિચારધારા બદલાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp