Video: વ્યક્તિ કુતરાને મારતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા, તેવામાં ગાયે બદલો લીધો

PC: Youtube.com

એવું કહેવામાં આવે છે કે, લોકોએ કરેલા કર્મોની સજા તેમને જરૂરથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિ પર ક્રૂરતા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે લોકોએ તેમના કરેલા કર્મોનો ફળ હંમેશા મળે છે. સારા કર્મો કર્યા હોય તો તેનું સારું ફળ મળે છે.જો ખરાબ કર્મો કર્યા હોય તો તેનું ફળ ખરાબ મળે છે. તમે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ દ્વારા અબોલ જીવ પર ક્રૂરતા કરવામાં આવી હોય અબોલ જીવને ક્રૂરતાથી મારવામાં આવ્યું હોય અથવા તો તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય.

ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ એક પુત્રને મારમારી રહ્યો હતો પરંતુ આસપાસ રહેલા લોકો આ વ્યક્તિને સમજાવવાને બદલે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા હતા પરંતુ એક અબોલ જીવોને બચાવવા માટે બીજું અબોલ જીવ તેની મદદે આવ્યું અને કૂતરાને માર મારનાર વ્યક્તિને અડફેટે લઇ જમીન પર પાડી દીધો.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે પોસ્ટમાં એવું જોઇ શકાય છે કે, એક વ્યક્તિ કૂતરાને મારમારી રહ્યો છે અને કૂતરો વ્યક્તિથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે વ્યક્તિ આ કૂતરાને છોડતો નથી. ત્યારે વ્યક્તિની આસપાસ રહેલા કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો ઉતારી છે પરંતુ તેઓ કૂતરાને બચાવવા માટે જતા નથી. ત્યાં થોડી વારમાં એક ગાય કૂતરાની મદદ માટે આવે છે અને તે કૂતરાને માર મારનારા વ્યક્તિને શિંગડું મારીને જમીન પર પાડી દે છે અને ત્યારબાદ કૂતરુ તરત જ ભાગી જાય છે. આ વીડિયો સુશાંત નંદ IFS દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે અને તેની નીચે લખવામાં આવ્યું છે કર્મ.

મહત્વની વાત એ છે કે આ વીડિયો પાંચ મહિના જૂનો છે પરંતુ તે હજુ પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે તો બીજી તરફ એક યુઝર્સે આ વીડિયો પર કૉમેન્ટ કરી હતી કે ગૌમાતા એ જે કર્યું તે બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp