બિલાડીને બચાવવા માટે એક વ્યક્તિએ કર્યો અનોખો જુગાડ, લોકો બન્યા ફેન, જુઓ વીડિયો

PC: twitter.com

બિલાડીઓ ખૂબ જ ઉછળકૂદ કરતી રહેતી હોય છે. ઘડીકમાં અહીં તો ઘડીકમાં ત્યાં. એવામાં તે ઘણીવાર ખૂબ જ ઉંચાઈવાળી જગ્યા પર પણ ચડી જાય છે. જેમ કે, ઝાડ કે પછી છાપરા પર. પરંતુ જ્યારે વાત નીચે ઉતરવાની આવે ત્યારે ઘણીવાર તેમની હાલક ખરાબ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર એક એવી જ બિલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે છાપરા પર ફસાઈ ગઈ હતી. પરંતુ એક વ્યક્તિએ પોતાનું મગજ દોડાવ્યું અને છાપરા પર ચડ્યા વિના જ બિલાડીને સુરક્ષિત જમીન પર ઉતારી લેવામાં આવી. લોકો તે વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

વીડિયોને 1 જાન્યુઆરી, 2020ના દિવસે એક ટ્વિટર યુઝરે શેર કર્યો છે. અત્યારસુધીમાં આ વીડિયોને 1 લાખ 55 હજાર કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે 995 લોકો આ વીડિયોને લાઈક કર્યો છે. લોકો તેમના આ જુગાડના વખાણ પણ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક બિલાડી છાપરા પર ફસાઈ ગઈ છે અને તે ત્યાંથી નીચે ઉતરવા માટે બૂમો પાડી રહી છે. એક વ્યક્તિ તેને નીચે ઉતારવા માટે કમાલનો જુગાડ અજમાવે છે. તેને માટે તે વ્યક્તિ એક ખુરશી ઉંચકીને છાપરાની નજીક લઈ જાય છે, જેના પર બિલાડી કૂદી જાય છે. ત્યારબાદ તે વ્યક્તિ નીચે નમીને ખુરશીને જમીન પર મુકી દે છે અને બિલાડી ખુરશી પરથી કુદીને ત્યાંથી ભાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp