300 રૂપિયામાં મંદિરનો ક્લાર્ક બની ગયો કરોડપતિ, મળ્યા રૂ. 12 કરોડ

PC: moneycontrol.com

ઘણી વખત ગમે એટલી મહેનત કરો તો પણ જોઈએ એટલી રકમ મળતી નથી પણ ક્યારેક નસીબનું પાંદડું એવી રીતે ખસે કે આર્થિક રીતે એકાએક સદ્ધર થઈ જવાય. આવી જ એક ઘટના બની છે કેરળ રાજ્યના કોચીમાંથી. કોચી શહેરમાં 24 વર્ષના અનંતુ વિજયનને રૂ. 12 કરોડની લોટરી લાગી છે. અનંતુ વિજયન કોચ્ચીના એક મંદિરમાં ક્લાર્કની નોકરી કરે છે. તેમણે કહ્યું કે,મેં ઓણમ બંપર લોટરીની રૂ.300ની એક ટિકિટ લીધી હતી.

રૂ.12 કરોડની લોટરી લાગતા ટેક્સ કટ થયા બાદ રૂ.7.5 હાથમાં આવશે. રિપોર્ટ અનુસાર અનંતુના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. મંદિરમાં કામ કરતા આ ક્લાર્કની આવક પણ એટલી બધી ન હતી. આ રકમથી એમના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. એમના પિતા પેઈન્ટિગ કામ કરે છે. એમની બહેન એક કંપનીમાં એકાઉન્ટન્ટ છે. પણ લોકડાઉનને કારણે એમની પણ નોકરી છૂટી ગઈ છે. અનંતુ કહે છે કે, આ દિવસોમાં પિતાને પણ ખાસ કોઈ કામ મળતું નથી. રવિવારે સાંજે કેરળ સરકારે ઓણમ બંપર લોટરી 2020ના પરિણામ જાહેર કર્યા હતા. આ પરિણામ આવ્યું ત્યારે હું તો ચોંકી ગયો હતો. રૂ.12 કરોડની લોટરી લાગી છે આ વાત માન્યમાં આવતી ન હતી. અનંતુનો પરિવાર ગરીબીમાં જીવન પસાર કરી રહ્યો હતો. એવામાં રૂ.12 કરોડની લોટરી લાગતા પરિવારનું જીવન ખરા અર્થમાં બદલાઈ ગયું. લોકડાઉનના સમયમાં ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે અનંતુને પૂછવામાં આવ્યું કે, આટલા પૈસાનું શું કરશે ત્યારે એના ચહેરા પર ખુશીની રોનક જોવા મળી હતી.

અનંતુએ જણાવ્યું હતું કે, પૈસાનું શું કરે એ હજું નક્કી કર્યું નથી. હાલમાં લોટરીમાંથી આવેલા આ પૈસા બેન્કમાં મૂકી દીધા છે. આ પહેલા પણ અનંતુએ રુ.5000ની રકમ જીતી હતી. કેરળ સિવાય મહારાષ્ટ્રના નાના-મોટા શહેરમાં આ રીતે લોટરીથી અનેક લોકો નસીબ અજમાવતા હોય છે. જેમાં ક્યારેક જેકપોર્ટ લાગે તો ક્યારે પૈસા જતા કરવાનો વારો આવે છે. અનંતુના કેસમાં આ વાવડ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર એ ટિકિટ પણ વાયરલ થઈ હતી. જોકે, અનંતુએ કહ્યું હતું કે, આ એક સપના જેવું લાગે છે. પણ હવે જીવન બદલાશે એ વાત નક્કી છે. જે લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા એ હવે ચૂક્તે કરવા છે ત્યાર બાદ વ્યવસ્થિત આયોજન કરી રોકાણ કરવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp