ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમને રોકવા કેટલી સજ્જ છે, જુઓ શું કહ્યું પોલીસવડાએ

PC: Khabarchhe.com

દિવસે દિવસે સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં આવા ગુનેગારો છૂટી કે છટકી ન શકે તે માટે પાસાનો કાયદો કામ લાગશે તેમ ગુજરાત રાજ્ય પોલીસના વડા આશિષ ભાટિયાએ કહ્યું હતું.

વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર હરેશ ભટ્ટને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હાલમાં સાઇબર ક્રાઇમના ગુનાનો ઉકેલ લાવવા માટે પર્યાપ્ત માત્રામાં માળખું કાર્યરત છે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તેમજ તમામ રેન્જ આઇજીપીના વિસ્તારમાં એક એક સાઇબર ક્રાઇમ પોલીસ મથક છે. જેમાં પૂરતા પ્રમાણમાં કર્મચારીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

વળી, તજજ્ઞો પણ ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બની રહ્યા છે. જેથી સાઇબર ક્રાઇમના ગુના નોંધવામાં આવી રહ્યા છે અને તેનો ભેદ પણ ઉકેલાઇ રહ્યો છે. પણ, વાત એવી હતી કે અન્ય રાજ્યોમાંથી પોલીસ મહામહેનતે ગુનેગારને પકડી લાવે તે પછી ટૂંક સમયમાં જ ગુનેગાર છૂટી જતા હતા. હવે પાસાના કાયદા તળે સાઇબર ક્રાઇમના ગુનેગારોને પણ આવરી લેવામાં આવતા હવે આવા ગુનેગારો એક વર્ષ સુધી પાસા તળે જેલમાં રહેશે.

આ ઉપરાંત જુગાર અંગેની વાત કરતા આશિષ ભાટિયાએ કહ્યું હતું કે જુગાર ધારા ફોર ફાઇવ તળે એટલે કે જુગારનો અડ્ડો ચલાવનારો ગુનેગાર પકડાય તો તેને પણ પાસા તળે જેલમાં મોકલવાની જોગવાઇ છે. અત્યાર સુધી જુગારનો અડ્ડો ચલાવનારા સામેની કાયદાકીય કાર્યવાહી મોડી થતી હતી અને સજા ઓછી છતી હતી. હવે પાસામાં મોકલવાની જોગવાઇ હોવાથી આવા જુગારના અડ્ડા ચલાવનારા એક વર્ષ માટે તો જેલમાં જ રહેશે.

લોક ડાઉન દરમિયાન અને અન લોક ડાઉનમાં પોલીસે કરેલી કામગીરી અને કરી રહેલી કામગીરીના તેમણે ભારોભાર વખાણ કર્યા હતા અને પોલીસની પીઠ થાબડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp