મોડાસા નગર સેવા સદન માટે બે કરોડ રૂપિયા ફાળવાશે

PC: youtube.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં નગરપાલિકાને નગર સેવા સદનના નિર્માણ માટે રૂ. બે કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને નવા નગર સેવા સદન માટે રૂ. બે કરોડની સહાય રાજ્ય સરકાર આપે છે.

તદ્દઅનુસાર, અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની આ નગરપાલિકાને બે કરોડ રૂપિયા ફાળવાશે. નવા નગર સેવા સદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા-જવામાં થતી મુશ્કેલી દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp