બનાસકાંઠાઃભાજપ કહે છે ગેનીબેન પાસે 40 વીઘા જમીન આવી ક્યાંથી? ગેનીબેને આપ્યો જવાબ

PC: facebook.com/dr.rekhaben.h.chaudhari

કોંગ્રેસની ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તુટે એવી હાલત થઇ રહી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તેનો આઘાત છે તો બીજી તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની એફિડેવીટ સામે ભાજપના પૂર્વ મહિલા ધારાસભ્યએ વાંધો ઉઠાવતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ- ભાજપ આમને સામને આવીને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ચૂંટણી પહેલાં ઉમેદવારોનો ફોર્મ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગયા છે.

બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ ફોર્મમાં 3 સુધારા કર્યા હતા તો ગેનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથે પોતાનું અંતિમ સોંગદનામું રજૂ કર્યું હતું ફોર્મ ચકાસણી માટે આવેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપો કર્યો તો સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેનના એફિડેવીટ પર સવાલો ઉભા કરી દેતા મામલો ગરમાયો હતો.

પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે ગેનીબેનની એફિડેવીટ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે, 4 વખત એફિડેવીટ કરવાની કેમ જરૂર પડી? વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ગેનીબેને એફિડેવીટ કરેલું ત્યારે તેમની પાસે પ્રોપર્ટી નથી એવું બતાવ્યું હતું. અત્યારની એફિડેવીટમાં 40 વીઘા જમીન છે એવું દર્શાવ્યું છે. ગેનીબેન જાહેર પ્રચારમાં એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો સવાલ એ છે કે 40 વીઘા જમીન આવી ક્યાંથી?

રેખાબેન ખાણેચાએ આરોપ લગાવ્યો હતો કે ગેનીબેન પાસે ભાભરમાં 3 બંગલા અને 2 કાર પણ છે. તેમનો કોઇ બિઝનેસ નથી તો આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી?

તો સામે ગેનીબેન ઠાકોરે જવાબ આપતા જણાવ્યું હતું કે વર્ષ 2007થી માંડીને વર્ષ 2024 સુધીની મારી બધી એફિડેવીટ સરખી જ છે. સરકારે જંત્રીઓમાં વધારો કર્યો એટલે વેલ્યૂએશન વધવાને કારણે સુધારો કરવો પડ્યો. પરંતુ નવી કોઇ મિલ્કત વધી નથી. વેલ્યુએશન પ્રમાણે એફિડેવીટ કરવી એ કાયદાને આધિન છે.

ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ક્હ્યું હતું કે, ગેનીબેન કહે છે કે હું બિલો પોવર્ટી લાઇન(બીપીએલ)માં આવું છું તો પછી આટલી બધી જમીનો કેવી રીતે ખરીદી?

ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચે બે વર્ષના અંતરમાં ભીલ હતી એટલે તેમણે સુધારા કરવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp