કોંગ્રેસના ધારાસભ્યએ માથા પર ગેસનો બાટલો ઊંચકી કહ્યું-ઓછા ભાવે સિલિન્ડર ભરી આપો

PC: youtube.com

ઉજ્જવલા યોજના અંતર્ગત સાબરકાંઠાના અંતર્યાળ વિસ્તારમાં રહેતા BPL લાભાર્થીઓને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગેસ સિલિન્ડર આપવાના કારણે લોકોને મળતું કેરોસીન બંધ થઇ ગયું. જે સમયે કેરોસીન મળતું હતું ત્યારે આ તમામ લોકો સગળી પર જમવાનું બાનાવતા હતા અને કેરોસીન રાહતભાવે મળતું હોવાના કારણે લોકોને ઘણો ફાયદો પણ થતો હતો પરંતુ ગેસ સિલિન્ડર મળ્યા પછી આ ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે, સાબરકાંઠાના અમુક ગામડાઓના લોકોની પરિસ્થિતિ એ પ્રકારની છે કે, કેટલાક લોકો ગેસ રીફીલીંગ પણ કરાવી શકતા નથી. આ બાબતે સ્થાનિક લોકોને તેમના ધારાસભ્ય અશ્વિન કોટવાલને રજૂઆત કરી હતી.

સ્થાનિક લોકોની સમસ્યાને જોઈને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ 10 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટરને આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય અશ્વિન કોટવાલની સાથે-સાથે સ્થાનિક લોકો પણ સગળી અને ગેસ સિલિન્ડર લઇને કલેકટર કચેરી પર પહોંચ્યા હતા. સિલિન્ડરના રીફીલીંગ ભાવનો વિરોધ કરતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે સિલિન્ડરને પોતાના માથા પર ઉચક્યું હતું અને વિરોધ કરતા માંગ કરી હતી કે, સસ્તા ભાવે સિલિન્ડર ભરી આપવામાં આવે અથવા તો કેરોસીન ફરીથી શરૂ કરવામાં આવે.

આ સમગ્ર મામલે ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજનામાં સમાવિષ્ટ ગરીબ પરિવારના સભ્યો સિલિન્ડરનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. ગેસ સિલિન્ડર મળવાના કારણે તેમને મળતું કેરોસીન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે અમે જિલ્લા કલેકટર સમક્ષ માગ કરી છે કે, ગરીબ લોકોને ઓછા ભાવે સિલિન્ડર ભરી દેવામાં આવે અથવા તો ફરીથી તેમને કેરોસીન આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp