ગુજરાતના આ ગામમાં કોરોનાના કેસ વધતા તાત્કાલિક કરાયું લોકડાઉન

PC: jagranimages.com

રાજ્યમાં કોરોના વાયરસના કારણે હવે સરકારની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. રાજ્ય સરકારે અનલોકમાં લોકોને વધુ છૂટછાટો આપતા રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. હાલ રાજ્યમાં એક હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે કેટલાક ગામડાઓમાં અને તાલુકાઓમાં સ્થાનિક લોકો અને સ્થાનિક તંત્ર દ્વારા લોકડાઉનનો પણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલા વરાણા ગામમાં કોરોનાના કેસો વધતાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક 9 ઓક્ટોબર સુધી ગામમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 9 ઓક્ટોબર સુધી ગામમાં સવારે અને સાંજે 2 કલાક જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ગઈ કાલે વરાણા ગામમાં એક સાથે 8 કોરોના પોઝિટિવ કેસ આવતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યુ હતું અને તંત્ર દ્વારા દુકાનદારોને દુકાનો બંધ રાખવાની નોટિસ પાઠવવામાં આવી હતી. જેથી સવારે અને સાંજે 2 કલાક જ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.

વરાણા ગામમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે 25-9-2020થી 9-10-2020 સુધી આંશિક લોકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત ગામમાં આવેલ ખોડિયાર મંદિરને પણ 14 દિવસ માટે બંધ રાખવામાં આવશે. વરાણા ગામની સાથે-સાથે હિંમતનગરના હાથરોલ ગામમાં પણ ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. હાથરોલ ગામમાં કોરોના પોઝિટિવ કેસો વધતા ગ્રામ પંચાયત દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દ્વારા 61,940 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી 1,408 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી તરફ 1,510 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 14 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,28,949 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે અને 3,384 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં કોરોનાથી સારવાર લઈને સ્વસ્થતા લોકોનો રિકવરી રેટ 84.69 ટકા થઈ ગયો છે એટલે કે, 100 દર્દીઓમાંથી 85 દર્દીઓ સાજા થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યની કોવિડ હોસ્પિટલોમાંથી 1,09,211 દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે. હાલ જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમાંથી 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,265 દર્દીઓ સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40,48,274 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp