UPમા PM મોદી દાદર ચઢતી વખતે પડી ગયા, SPGએ સંભાળી લીધા, જુઓ વીડિયો

PC: google.com

ઉત્તર પ્રદેશમાં PM નરેન્દ્ર મોદી 14 તારીખે રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં શામેલ થવા માટે ગયા હતા. જ્યાં તેમણે ગંગા બેરાજના અટલ ઘાટ પર પરિયોજનાઓનું નિરિક્ષણ કર્યું હતું.  આ દરમિયાન તેઓ જ્યારે દાદર ચઢી રહ્યા હતા, ત્યારે પડી ગયા હતા.  આ દરમિયાન PM સાથે હાજર SPGના જવાનોએ તેમને સંભાળીને ઉભા કર્યા હતા.

રિપોર્ટ મુજબ તેમને કોઇ ઇજા નથી થઇ. પરંતુ આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વિપક્ષી નેતાઓએ આના પર ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું હતું.

સમાજવાદી પાર્ટીના નેતા આઇપી સિંહે આના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ना मैं गिरा हूं, ना मुझे किसी ने गिराया है.. बेटियों पर अत्याचार से व्यथित मां गंगा ने मुझे डुबोया है।

pm modi

આના પર ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ પલટવાર કરતા ટ્વીટ કરીને કહ્યું હતું કે, कर ले साजिशें जितनी, सफल न हो पाएंगे, जो गिरे हुए है नजरो से, वो हमें बताएंगे?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp