ભારતમાં કોરોનાના 66,000 ટેસ્ટ, જર્મનીમાં 9,18,460 ટેસ્ટ, જુઓ અન્ય દેશોના આંકડા

PC: mirror.co.uk

કોરોના વાયરસનો સામનો કઈ રીતે કરવાનો છે તેને લઈને દુનિયાના દેશો અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. જો એ વાત પર ધ્યાન આપીએ કે કયા દેશમાં કેટલા લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે તો અંદાજો આવી જશે કે આ લડાઈમાં કોણ ક્યા ઊભું છે. ખાસ કરીને અમેરિકા કે બ્રિટનની ઓછી ટેસ્ટ કરવાને લઈને થયેલી ટીકા અને જર્મની કે સાઉથ કોરિયાની વધુ ટેસ્ટ કરવાને લઈને થયેલી પ્રશંસાથી ખબર પડે છે ટેસ્ટિંગ કોરોનાથી લડવા માટેનું કેટલું અગત્યનું શસ્ત્ર છે.

જર્મનીઃ

જર્મની એક યૂરોપીય દેશ છે. યૂરોપમાં કોરોના વાયરસના શિકાર સૌથી વધારે છે. સૌથી વધારે મોતો ત્યાં જ થઈ છે. તો તેની વચ્ચે જર્મની એક એવો યૂરોપીય દેશ છે જે આ વાયરસ સામેની જંગમાં બાકી યૂરોપીય દેશો કરતા વધારે તૈયાર છે. જર્મનીમાં કોરોના ટેસ્ટિંગ પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં જર્મનીમાં કુલ 9,18,460 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રોજ લગભગ 50,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જર્મનીમાં અત્યાર સુધીમાં 85,903 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે 1,122 લોકોના મોત થયા છે.

સાઉથ કોરિયાઃ

ચીનના વુહાનથી થોડા જ કિમીના અંતરે આવેલા દેશ સાઉથ કોરિયાએ શરૂઆતથી જ સક્રિયતાની સાથે ટેસ્ટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યાં લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા અને રોજ લગભગ 15,000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં સાઉથ કોરિયામાં 4,31,743 ટેસ્ટ કરવામાં આવી છે. દેશના દરેક લોકોના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવ્યા. સાઉથ કોરિયામાં અત્યાર સુધીમાં 1,462 લોકો પોઝિટિવ થયા છે, જ્યારે માત્ર 5 લોકોના જ મોત થયા છે.

ફ્રાંસઃ

ફ્રાંસમાં તો બ્રિટન કરતા પણ ઓછી ટેસ્ટ કરવામાં આવી છે. 26 માર્ચ સુધીમાં ફ્રાંસમાં માત્ર 1,07,500 ટેસ્ટ થયા હતા. પણ હાલત વધારે ગંભીર થતાં ત્યાંના હેલ્થ મિનિસ્ટર ઓલિવર વરેને એલાન કર્યું હતું કે 6 એપ્રિલ સુધી રોજ 30,000 ટેસ્ટ કરવાનું લક્ષ્ય બનાવવામાં આવે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 59,105 લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 5,387 લોકોના મોત થયા છે.

અમેરિકાઃ

આ સમયે પૂરી દુનિયામાં સૌથી વધારે 2,45,442 સંક્રમણ કેસો અમેરિકાના છે. જ્યાં 6,098 લોકોના મોત થયા છે. પહેલા ત્યાં સરકારે કહ્યું હતું કે દરેક લોકોની ટેસ્ટિંગ નહીં કરી શકાશે, પણ જેમ જેમ ત્યાં કેસો વધતા ગયા તો સરકારના સૂર પણ બદલાયા, હવે અમેરિકામાં 12 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રોજ 1,00,000થી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પણ એક્સપર્ટનું માનવું છે કે તે પણ ઓછા છે.

બ્રિટનઃ

અમેરિકા ઉપરાંત જે દેશે ટેસ્ટિંગ ન કરવા માટે સૌથી વધારે ટીકા ઝેલવી પડી તે છે બ્રિટન. અત્યાર સુધીમાં બ્રિટનમાં 1,63,194 લોકોના ટેસ્ટ થયા છે, તો હેલ્થ મિનિસ્ટર મૈટ હૈનકૉકે એલાન કર્યું છે કે એપ્રિલ અંત સુધીમાં રોજ 1,00,000 લોકોના ટેસ્ટ કરવામાં આવશે.

ઈટલી-સ્પેનઃ

કોરોના વાયરસના કારણે સૌથી વધારે લોકોની મોત ઈટલી-સ્પેનમાં થઈ છે. ઈટલીમાં ટેસ્ટિંગ માટેની સુવિધાની ખૂબ અછત છે. અહીં જે લોકોમાં લક્ષણ દેખાઈ રહ્યા છે તેમના ટેસ્ટ થવા જોઈએ પણ તે લોકો સુધી સ્વાસ્થ્ય સુવિધા જ પહોંચી શકી નહીં. અત્યાર સુધીમાં ઈટલીમાં 5,41,000 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 1,15,242 લોકો કોરોના પોઝિટિવ છે અને 13,915 લોકોના મોત થયા છે. તો સ્પેનમાં રોજ 15,000-20,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 21 માર્ચ સુધીમાં 3,50,000 ટેસ્ટ થઈ હતી.

ભારતઃ

દેશમાં કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 2,547 થઈ ગઈ છે અને 62 લોકોના મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ અનુસાર, ગુરુવારના રોજ અત્યાર સુધીના સૌથી વધારે 8,800 ટેસ્ટ કરવામાં આવી છે. તો દેશમાં અત્યાર સુધીમાં માત્ર 66,000 લોકોના જ ટેસ્ટ થયા છે. દેશની વસતીને જોતા આટલા ઓછા ટેસ્ટ થવાને લઈને એવી આશંકા છે કે દેશમાં કોરોના પોઝિટિવ મામલા વધી શકે છે. બીજા દેશોની તુલનામાં ભારતમાં ખૂબ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp